________________ પડાવ : 8 જળ ભરી સંપુટ પત્રમાં,યુગલીક નર પૂંજત ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંતઃ આપણે ભવનો અંત લાવવા માટે પ્રાર્થનાસૂત્રની વિચારણા કરી રહ્યા છીએ. ભરતચક્રીએ દંડરત્નથી અષ્ટાપદના દાંતા પાડ્યા, તેથી અષ્ટાપદ પર્વત સીધા-ઊંચા સ્તંભની જેમ ચડી ન શકાય તેવો થયો. એમાં ભરતચકીએ પર્વતની ફરતા મેખલા જેવા તથા મનુષ્યોથી ઉલ્લંઘન ન થઈ શકે તેવા એક એકયોજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યાં. આઠ યોજનનાં પગથિયાં ચઢીને જાઓ તો તમને ભરત મહારાજાએ બનાવેલાં અદ્ભુત તીર્થનાં દર્શન થાય. તેવી જ રીતે (1) ભવનિબૅઓ, (2) મગ્ગાણુસારિઆ, (3) ઇટ્ટાફલસિદ્ધિ, (4) લોગવિરુદ્ધચ્ચાઓ (5) ગુરુજણપૂઆ, (6) પરFકરણ, (7) સુહગુરુ જોગો (8) તયણ સેવણા.... અષ્ટાપદ પર્વતના આઠ પગથિયાં ચઢો તો ભગવાનનાં દર્શન થશે એમ પ્રાર્થનાસૂત્રનાં આઠ પગથિયાં ચડ્યાં તો આપણી અંદર પરમાત્મા પ્રગટ થશે. અર્થાત આપણામાં આંતરિક સૌંદર્ય પ્રગટે. સભાઃ “અમારી અંદર પ્રાર્થનાસૂત્રના આઠ સ્ટેપ્સ પામવામાં શું રૂકાવટ આવે છે?” ગુરુજી: “થિયેટરમાં સ્કિન પર લખેલું આવે કે રૂકાવટ કે લિયે ખેદ છે, ત્યાં રૂકાવટનું કારણ ફિલ્મની પટ્ટી આદિ કપાઇ જવું છે. એમ આપણી અંદર પ્રાર્થનાસૂત્રના આઠસ્ટેપ્સમાં રૂકાવટનાં કારણો નીચે મુજબ છે: (1) સંસારના સ્વરૂપનો વિચાર કરતાં જ નથી તેથી ભવનિર્વેદ આવતો પ્રાર્થનાઃ 2 પડાવ : 8 48