________________ (6) “પરત્થકરણ” જીવનમાં નથી એનું કારણ સ્વાર્થ છે. માટે આપણે નિઃસ્વાર્થ બનવાની જરૂર છે. (7) સુહગુરુ-(૮) તેમની સેવા ન ગમવાનું કારણ આપણને અનુશાસન ગમતું નથી. માટે આપણે સમર્પિત બનવાની જરૂર છે. આપણી મૂળ વાત, લોગવિરુદ્ધચ્ચાઓની ચાલી રહી છે. નરસિંહ મહેતાને ભગવાનના ભજનમાં રસ છે. એમને સંસારની પંચાતમાં રસ નથી. નવાં નવાં ભજનો બનાવે છે. એક સજ્જનઇમાનદાર-ગુણિયલ વ્યક્તિ છે. જ્યારે તમને ભગવાનનાં સ્તવન બનાવતાં આવડે? અરે! બીજાએ બનાવેલસ્તવનો પાકાં કરી શકો? નરસિંહ મહેતા પોતે ભજનો બનાવે છે. એટલે એમનામાં બુદ્ધિ છે, એ તો સાબિત થાય છે. આપણા જેવા મૂર્ધનથી. ધારે તો બુદ્ધિ હોવાથી ધંધો કરી પૈસા કમાઈ શકવાની એમનામાં આવડત છે. પણ સંસારની પ્રવૃત્તિઓમાં રસ નથી. ભગવાનનાં નવાં નવાં ભજન બનાવવામાં અને ગાવામાં રસ છે.” સભાઃ “આ તો ગુણ કહેવાય. આને થોડી ખામી કહેવાય?” ગુરુજી: “નરસિંહ મહેતાએ લગ્ન કર્યા છે. એમની દીકરી કુંવરબાઈને બ્રહ્મચર્ય પાળવાના અધ્યવસાય નથી તેથી લગ્ન કરાવવાની જવાબદારી મા-બાપના શિરે આવે. જાનની, કરિયાવર વગેરેની વ્યવસ્થા મારા ભગવાન કરશે. ભગવાનના ભરોસે બેઠા છે. જ્યારે ઘરમાં હાંડલા-કુસ્તી ચાલે છે અને પોતે ભજનમાં મસ્ત છે. સાધુ 24 કલાક ધર્મ કરી શકે, ગૃહસ્થ 24 કલાક ધર્મ નથી કરી શકતો. જેને 24 કલાક ધર્મ જ કરવો હોય તેને ભગવાને કહ્યું છે કે તારે સંસાર છોડી સાધુ થવું પડે. કોઈ કહે કે મને સંસારની જવાબદારીઓ ફાવતી નથી. આ જવાબદારીઓથી કંટાળ્યો છું ને પાછો કહે કે સંસારમાં પ્રાર્થના : 2 પડાવ : 8