________________ બેસવા ન દે. ત્યાં કોઈ ભેદભાવ તમને લાગતો નથી. 95-96% આવ્યા હોય છતાં એડમિશન ન મળે અને 50% વાળાને એ જ ફેકલ્ટીમાં એડમિશન આપે. આ ભેદભાવ નથી? પૂર્વના ઋષિમુનિઓએ જાતિ વગેરેનો ગુણના આધારે ભેદ કર્યો તો એને પાર્શિયલ એપ્રોચ કહેવો એ ઉચિત નથી. મૂળ વાત, અમુક કર્મો ઉદયમાં આવતાં વાર લાગે પણ લોકવિરુદ્ધ પ્રવૃત્તિમાં તત્કાળ તેનું માથું પરિણામ જોવા મળતું હોય છે. થોડા વખત પહેલાંની વાત છે. એક ઓફિસરે 50 લાખ રૂપિયાની લાંચ લીધી. સીબીઆઇવાળાને ડાઉટ ગયો કે આ ઓફિસર ફૂટેલો લાગે છે. તેથી તપાસ જારી રાખી અને ઓફિસર રંગે હાથ પકડ્યો. તેથી તેને કસ્ટડી થઈ. પૂછપરછ ચાલતી હતી એ દરમિયાન એની દીકરી અને પત્નીને અત્યંત આઘાત લાગ્યો કે લોકોને મોટું શું બતાવવું? તેથી બંનેએ આપઘાત કરી લીધો. એક રૂમમાં માની લાશ લટકે છે. બીજી રૂમમાં બહેનની લાશ લટકે છે.જોઈને દીકરો સ્તબ્ધ થઈ ગયો.બાપને કસ્ટડીમાં સમાચાર મળ્યા. કૉર્ટમાં અરજી કરી કે મને જવા દો. મારો દીકરો ઘરે એકલો છે. એ ગાંડો થઈ જશે કે આપઘાત કરી લેશે. એને જામીન મળ્યા. બીજા દિવસે બાપદીકરાએ આપઘાત કરી લીધો. લોકવિરુદ્ધનું કેવું ફળ મળ્યું? રાવણ ત્રણ ખંડનો ધણી છે. સીતાનું અપહરણ કર્યું તો યુદ્ધના મેદાનમાં મરવાનો વખત આવ્યો.યુધિષ્ઠિરે લોકવિરુદ્ધ કાર્ય-જુગાર રમ્યો તો જંગલમાં જવું પડ્યું.” સભાઃ “યુધિષ્ઠિર જેવા મહાપુરુષને પણ સહન કરવું પડે?” ગુરુજી: “લોકવિરુદ્ધ કરો તો ભલભલાને સહન કરવું પડે. ભગવાન મહાવીર જેને મહાત્મા કહે છે એ સત્યકી વિદ્યાધર જે ક્ષાયિક સમ્યક્ત પ્રાર્થના : 2 53 પડાવ : 8