________________ પચાસ વર્ષ લગ્નજીવનનાં પૂર્ણ થયાં, છતાં એક પણ વાર સોયાનો ઉપયોગ થયો નથી. અને છતાં પત્નીને પૂછવાનું મન થયું નથી કે રોજ બે વખત સોયા-વાટકાને મૂકવાની, લૂછવાની આ બધી કડાકૂટ શા માટે? એક દિવસ પતિએ જ પૂછ્યું કે સોયો-વાટકાને મૂકવાની આ કડાકૂટ શા માટે એવો પ્રશ્નતને થતો નથી? પત્ની કહે છે કે કડાકૂટ શાની? તમે કહો તે કરવામાં તો આનંદ જ આવે ને ! આ છે વડીલોની ભકિ.” સભાઃ “પતિ સોયો શા માટે મૂકાવતો હતો?” ગુરુજી: “એક દિવસ પતિએ ખુલાસો કર્યો. ભાતનો એક પણ દાણો નીચે પડી જાય તો, સોયા વડે એને લઈ પાણીમાં ડૂબાડી, શુદ્ધ કરીને એ દાણો ખાઈ લેવો એ આશયથી સોયો-વાટકો મૂકવાનું કહેલું. પતિને 50 વર્ષમાં એક પણ વાર સોયાનો ઉપયોગ કરવો ન પડ્યો પણ 50 વર્ષ સુધી આ રીતે સોયો મૂક્યા કરવો અને એ સંબંધી મનમાં પ્રશ્ન પણ ન થવો એ કાંઈ નાની-સૂની ઘટના ન હતી. | મૂળ વાત, મુકુંદરાયના માતુશ્રીની વાત,સહુનાં કપડાં નદીએ ધોઈ આવે. ગાયને નીરણ-પૂળો કરે, દોહે અને એના છાણાંય એ થાપે. મુકુંદરાયના દાદા કહેતા કે કોઈ મા એનાં જણ્યાંની સંભાળ લે એના કરતાં વહુ ગાયની વધારે સંભાળ લે છે. સૌનાં કપડાં એવાં બગલાની પાંખ જેવાં ઊજળાં હોય અને કરચલી વગરના હોય જેથી એવો વહેમ પણ ન જાય કે આ વહુઠામ માંજીને કે છાણા થાપીને ઊઠી છે. ઘરનું બધું દળણું વહુ જ દળે અને છતાં કામમાં ક્યાંય દોડાદોડન લાગે. મોઢા પર ક્યાંય થાક ન વર્તાય. એક દિવસ દાદા જમવા બેઠા. પાપડ જોઈને દાદાએ પૂછ્યું: આ પાપડ ક્યાંથી? મારી ફઇએ કીધું કે ભાભીએ વણ્યા છે. આ સાંભળતાં દાદાની આંખમાં આંસુ આવી ગયા. જમીને એક ચૂંક અને રૂપાની કંકાવટીદાદાએ પ્રાર્થના : 2 પ૭ પડાવ : 8