________________ ગુરુજીઃ “પિતા તરીકેની તમારી જે જવાબદારી આવતી હોય તે જવાબદારી વહન કરનાર કોઈ અન્ય વ્યક્તિ હોય તો તમે એ જવાબદારીમાંથી મુક્ત થઈ શકો છો. ચેડામહારાજાની જવાબદારી વહન કરનાર અન્ય મંત્રી આદિ હોય તો એમણે બાધા લીધી હોય તો અનુચિત નથી. ઊલટું ઉચિત છે. એની અનુમોદના કરવી જોઈએ. નરસિંહ મહેતાને કુંવરબાઈનાં લગ્નની જવાબદારી લેનાર નથી. ઘરે જાન આવવાની છે. છતાં કોઈ તૈયારી નથી. આ ઉચિત ન કહેવાય.” સભાઃ “ભગવાન જ આપણી જવાબદારી વહન કરશે.” ગુરુજી: ભગવાનની કૃપાથી જ બધું થાય છે પણ એનો મતલબ એવો નથી કરવાનો કે પુરુષાર્થ બંધ કરી દેવાનો. તમે તો કાલે સવારે ઊઠીને ભગવાનનો જાપ કરશો અને કહેશો કે ભગવાન આવીને રસોઈ બનાવી જશે. તો આવું કશું કરવાનું નથી.” સભાઃ “એમના જીવનમાં બીજી કોઈ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ?” ગુરુજી: “સાધુ એવા મને ભગવાનની ભક્તિ કરવાની છૂટ છે, છતાં ભક્તિમાં મર્યાદા આવશે. જેમ કે હું રસ્તામાં રાસડા લેવાનું ચાલુ કરી દઉં એ ચાલે? દેરાસરમાં સ્તવનો બોલતાં નાચવાનું ચાલુ કરું એ ચાલે? દેરાસરમાં ભગવાનની સામે આળોટું તો ચાલે? ભગવાનનું નામ લેવું હોય તો જમતાં જમતાં લેવાય? અશુચિસ્થાનોમાં ભગવાનનું નામ લેવાય? એવી રીતે એક ગૃહસ્થ તરીકે પણ અમુક એરિયામાં ભગવાનનું નામ ન લેવાય છતાં ત્યાં પણ નામ લે, ભજન ગાય તે ઉચિત ન કહેવાય.” સભાઃ “આ પાર્શિયલ એપ્રોચ-ભેદભાવનો અભિગમ ન કહેવાય?” ગુરુજી: પૈસાના કારણે ભેદભાવ કરે તે ચાલે. ટ્રેનમાં ફર્સ્ટક્લાસ ખાલી જાય. સેકંડ ક્લાસ આખો ખીચોખીચ ભરેલો હોય છતાં ફર્સ્ટક્લાસમાં પ્રાર્થના : 2 પર પડાવ : 8