________________ રહેવું છે તો શાસ્ત્રમાં તો કહ્યું જ છે કે સંસારમાં રહેવું હોય તો જવાબદારી આવશે. એકલો ધર્મ જ ગમતો હોય તો સાધુધર્મ સ્વીકાર. ભગવાનની આજ્ઞા છે કે જે ભૂમિકામાં તમે છો તે ભૂમિકાની જવાબદારીમાંથી છૂટવાની વાત નથી. ધર્મના અનુયાયીઓને બેજવાબદાર બનાવવા નથી માગતો. પરંતુ, સગુણી, સંસ્કારી, કર્તવ્યનિષ્ઠ બનાવવા માગે છે. તેથી જ ભગવાનની આજ્ઞા છે કે માત્ર ધર્મઆરાધના કરવી હોય તો સાધુધર્મ છે. સાધુધર્મ આરાધવા જેવો લાગે પણ આરાધી ન શકે એના માટે ગૃહસ્થધર્મછે. તમે લગ્ન કર્યા છે તેથી અર્થોપાર્જન કરવાની તમારી જવાબદારી આવશે.અર્થોપાર્જન કરવાના સમયે પણ તમે ભગવાનનાં ભજન ગાયાં કરો એ ઉચિત નથી. ઘરમાં હાંડલાં કુસ્તી કરતાં હોય અને તમે કહો કે હું તો ભજન ગાયા કરીશ તો એ ગૃહસ્થ તરીકે ઉચિત ન કહેવાય. નરસિંહ મહેતા કેટલા સીધા, સાદા અને સદાચારી છે. છતાં એમની આબરૂ કેવી ખરાબ થઈ?” સભાઃ “શું ખરાબ થઈ?” ગુરુજી: “નરસિંહ મહેતાને આવતા જુએ અને દુકાનદારો આઘાપાછા થઈ જાય. સજ્જન માણસ છે. એને ના કેવી રીતે પાડવી? પાછું મફતમાં ને મફતમાં કેટલી વાર આપવું? આવા સજ્જન વ્યક્તિની આબરૂ બેકાર થઈ સંસારમાં બેઠા છો તો સાંસારિક જવાબદારી વહન કરવી જ પડશે. અન્ય કોઈ સંતાનાદિ જવાબદારી વહન કરી શકે એમ નથી તો તમારા શિરે અર્થોપાર્જન આવશે.” સભાઃ “ચેડામહારાજા હસ્થ હતા છતાં તેમણે પોતાની દીકરીઓને હું લગ્ન નહીં કરાવું એવી બાધા લીધી, તે ઉચિત છે?” પ્રાર્થના : 2 51 પડાવ : 8