________________ નથી, ભવના સ્વરૂપનું ચિંતન કરીએ તો વૈરાગ્ય આવે. ભવનું ચિંતન નથી એટલે વૈરાગ્ય નથી આવતો. સંસાર અસાર છે એમાં કોઈ શ્રદ્ધાની જરૂર નથી. પ્રત્યક્ષ દેખાય જ છે. સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે. જિગરજાન મિત્રો દુશ્મન થાય, પતિ-પત્ની ઝગડે. પત્ની પતિથી અલગ પૈસા ભેગા કરે. પતિ-પત્ની એકબીજા પર કેસ કરે. મા-દીકરો ઝગડે. મા-બાપથી સંતાનો અલગ રહેવા જાય.' સભાઃ “એક પતિદેવ ઓફિસથી ઘરે વહેલા આવી ગયા. પત્નીએ પૂછ્યું કે કેમ આજે ઓફિસથી વહેલા ઘેર આવ્યા? તો પતિદેવે જવાબ આપ્યો કે આજે એક કામમાં ભૂલ થઈ તો શેઠે કહ્યું કે નરકમાં જા. તેથી હું ઘરે આવ્યો કેમ કે મારા માટે ઘર એ નરક જ છે.” સભાઃ “તમે બીજાનું ઉદાહરણ લઈને કહેવા માગો છો, કે અમારું ઘર એ નરક છે, પણ શાસ્ત્રો તો શાલિભદ્રના ઘરને પણ નરક જ કહેશે. ગુરુજી: પણ તમે ભવાભિનંદીપણા (સંસારમાં સુખ છે) નાં ચશમાંથી સંસારને જુઓ છો તેથી ઘર એક મંદિર માનો છો તેથી વૈરાગ્ય થતો નથી. બાકી આ સંસારમાં ક્યાંય પણ નજર કરો, વૈરાગ્ય થયા વગર રહેશે નહીં. (2) આપણામાં પ્રજ્ઞાપનીયતાનો અભાવ હોવાથી “માર્ગાનુસારીપણું આવતું નથી. માટે સરળ બનવાની જરૂર છે. (3) “ઇષ્ટફલસિદ્ધિ નથી તેની પાછળ સંકલ્પનો અભાવ છે. માટે દઢ સંકલ્પવાન બનવાનું. (4) “લોગવિરુદ્ધચ્ચાઓ” આપણામાં નથી એનું કારણ, મર્યાદાઓ આપણને ગમતી નથી. માટે મર્યાદાવાન બનવાની જરૂર છે. (5) “ગુરુજણપૂ” જીવનમાં નથી કેમ કે કૃતજ્ઞતા ગુણ જ નથી. માટે કૃતજ્ઞ બનવાની જરૂર છે. પ્રાર્થના : 2 પડાવ : 8 xu