________________ સભાઃ “ઉપરથી દેખાય ને કે ગુરુ આવી રહ્યા છે. અમારે નયસારની જેમ ઝાડ પર ચઢીને જોવું ન પડે માટે ૪૦મે માળે રહેવા ગયા છીએ.” ગુરુજી: “તમારી ભક્તિના ઉત્કૃષ્ટભાવ જોતાં એક સૂચન કરવાનું મન થાય છે કે ઉપરથી ગુરુ દેખાતાં તમને વંદનની તાલાવેલી લાગશે. ૪૦મો માળ અને ગુરુ વચ્ચેનું અંતર 14 રાજલોક જેટલું લાગશે. ૪૦મા માળેથી સીધો કૂદકો મારતાં નહીં. નહીંતર તમારા રામ રમી જશે. તમારી ભક્તિની ખૂબ ખૂબ અનુમોદના. આ તો થઈ મજાક...! રાજકોટના અજૈન પરિવારની વાત છે. એમણે એમના ઘરે સંન્યાસીને જમવા આમંત્રણ આપ્યું હતું. બધું થોડું થોડું પીરસેલું. થાળીમાં પૂરણપોળી એક જ મૂકેલી. સંન્યાસીએ અડધી પૂરણપોળી ખાધી એટલે ઘરના માલિક ગરમાગરમ બીજી પૂરણપોળી પીરસવા લાગ્યા. ત્યારે સંન્યાસીએ પોતાનો સંકલ્પ કહ્યો કે પોતે પૂર્ણપાત્ર જ જમે છે (અર્થાત્ પાત્રમાં એકવાર જેટલું લીધું હોય તેટલું જ વાપરે છે. બીજી વાર લેતા નથી.) તે દિવસે ઘરના માલિક અને તેમનાં પત્ની સવારે જ નહીં, સાંજે પણ ન જમ્યા. એમણે પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કર્યો. પોતાની બેકાળજીથી દિવસમાં એક જ વખત પૂર્ણપાત્ર ભોજન લેનાર વૃદ્ધ સંન્યાસીને ભોજન માટે નિમંત્રી તેમને ભૂખ્યા રાખ્યા એ ખેદના કારણે કોળિયો જ મોંમાં જઈ શકે એવું જ ન હતું. તમારા આંગણે ગુરુભગવંતોના પગલાં જ થતાં નથી. ક્યારેક પાછા જાય તો તમને અફસોસ થાય છે? ...વિશેષ વાતો અવસરે... પ્રાર્થના : 2 47 પડાવ : 7