Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 18
________________ દરેક દ્રવ્યમાં છ રસમાંથી કોઈ ને કોઈ રસ હોય છે. વસ્તુના ગુણધર્મ, વીર્ય, વિપાક જોવું પડે. સૂંઠ ઉષ્ણવીર્ય છે, પણ વિપાકે મધુર છે. તીખી વસ્તુ પિત્ત ઉત્પન્ન કરે છે. ગળી વસ્તુ પિત્તનું શમન કરે છે. આમળામાં પાંચ રસ છે. બીજી એક વનસ્પતિમાં પણ પાંચ રસ છે. આમળા અને બીજી વનસ્પતિમાં ગુણ-વીર્ય-વિપાક સરખું છે પણ પ્રભાવ સરખો નથી. માટે પ્રભાવ પણ જાણવો પડે. દવા માટે ક્યું દ્રવ્ય અનુપાનમાં વાપરવું, ન વાપરવું એની જાણકારી જોઈએ. આ બધી જાણકારી વગર કેવળ કોશના આધારે અર્થ કરવા જાય તો ભગવાનને માંસાહારી કહેવા જેવું થાય. ભલા ભાઈ ! માંસ ઉષ્ણવીર્ય છે. એનાથી કોઈ દિવસ લોહીના ઝાડા મટે? પિત્તવરને નાશક ઔષધ લેવું પડે.” માર્કાર એટલે બિલાડી અર્થ થાય. એમ માર્જર નામનો વાયુ પણ છે. એ વાયુને નાશ કરે માટે એવા ઔષધને માર્જરિ કહેવાય. આ સંદર્ભ ફોરેન સ્કોલરોને ખબર ન હોવાથી શબ્દાર્થ કરીને મૂકવાથી આવા ગોટાળા થયા છે. આપણા ભગવાન માટે ગમેતેમ બોલાયછતાં શાંતિથી બેઠા રહીએ તે કેમ ચાલે? રોજ દાડો ઊગે ને મોંકાણના સમાચાર આવે છતાં આપણે કુંભકર્ણની ઊંઘમાંથી ઊઠતાં જ નથી. કાણાંગ સૂત્રમાં 6 કારણ આપ્યાં છે જેના કારણે વ્યક્તિમાં ઉન્માદ પેદા થાય છે. તે 6 કારણમાંથી 4 કારણ નિંદાનાં આપ્યાં છે. એમાં (1) અરિહંતોની (2) એમણે બતાવેલ ધર્મની (3) ભાવાચાર્ય, ઉપાધ્યાયની (4) ચતુર્વિધ સંઘની નિંદા. ઉપરોક્ત ચાર નિંદાથી જીવ પાગલ બની જાય પ્રાર્થના : 2 11 11 પડાવ : 6

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112