________________ ફોરેન ગયા. સ્કાયડાઇવિંગમાં ડર લાગે છતાં નહીં કરીએ તો લોકો શું કહેશે? આ છે લોકસંજ્ઞા. સોળ વરસની છોકરી સાડી પહેરે તો કોણ લેશે ? આ છે લોકસંજ્ઞા.” લોકસંજ્ઞા થકી લોકબહુબાહુલો રાઉલો દાસસવિ ઉવેખે, એક તુજ આણશું જેહરાતા રહે, તેહને એનિજમિત્ર દેખે. બધાં જ આવા નથી હોતા. એક બહેને મને વાત કરી કે હું સાડી પહેરું છું. મારી દીકરી સ્કૂલમાં ભણે છે. એની મીટિંગ હોય તો સ્કૂલમાં પણ સાડી પહેરીને જાઉં છું.” સભાઃ “બી.એમ.સી.ની સ્કૂલ હશે.” ગુરુજી: “એની છોકરી જ્યાં ભણે છે ત્યાં જૂહી ચાવલાની દીકરી પણ એના જ ક્લાસમાં ભણે છે. એવી મોડર્ન સ્કૂલમાં પણ આ બહેન સાડી પહેરીને જ જાય. બધાં એમને ફોન કરીને પૂછે કે આ સાડી ક્યા ડિઝાઈનર પાસે તૈયાર કરાવી? ઉપરના ઉદાહરણમાં મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સંસ્કૃતિ, સદાચાર, ધર્મ માટે આપણને ગર્વ હોવો જોઈએ.” સભાઃ “સંસ્કૃતિ, સદાચાર વિરુદ્ધ વર્તન કરનારાઓને ઇન્ફિરિયર ફીલ કરાવતાં આવડવું જોઈએ.” ગુરુજી: “હા, આવડવું જોઈએ. ન આવડતું હોય તો શીખો પણ સંસ્કૃતિસદાચારોને છોડીને તમે વેસ્ટર્ન કલ્ચર અપનાવી લો તે ન ચાલે.” લૌકિક સૌંદર્ય-લોકોત્તર સોંદર્ય પ્રાર્થનાસૂત્રમાં પહેલી 6 પ્રાર્થનાને લૌકિક સૌંદર્ય કહ્યું છે. પછીની પ્રાર્થનાને લોકોત્તર સૌંદર્ય કહ્યું છે. શાસ્ત્રમાં ખૂબ સરસ વાતો આવે. તપના બાર પ્રકાર બતાવ્યા એને બે ભાગમાં વિભાજિત કર્યા છે બાહ્ય અને છે પ્રાર્થના : 2 39 પડાવ : 7