________________ લાવવું જ પડે. બધાંના ઘરે એ.સી. હોય તો આપણે એ.સી. રાખવું જ પડે. આનું નામ છે લોકસંજ્ઞા. લોક એટલે અહીં ગાડરિયો પ્રવાહ એવો અર્થ લેવાનો છે. સબસે બૂરા રોગ, ક્યા કહેંગે લોગ.” સભાઃ “લેટઆઉટ ફીલ થાય છે.” ગુરુજીઃ “હા, એને થાય કે હું માર્કેટમાંથી બહાર ફેંકાઈ જઈશ.લગ્નમાં રાત્રિભોજન ત્યાગ, સંગીતસંધ્યા નહીં, આઇસ્ક્રીમ, બ્રેડ, પાંઉં જેવી અભક્ષ્ય કોઈ વસ્તુ નહીં. આ બધું કરવા જઈશ તો બધું હચમચી જશે. સાહેબ! મને મારો છોકરો કહેશે કે પપ્પા, આ મારી દીક્ષા નથી, મારાં લગ્ન છે. આને કહેવાય લોકસંજ્ઞા. લોકસંજ્ઞા એ દોષ છે. લોગવિરુદ્ધચ્ચાઓ એ ગુણ છે. લોકસંજ્ઞામાં ગાડરિયા પ્રવાહનો ડર છે, જે દોષરૂપ છે જ્યારે લોગવિરુદ્ધચ્ચાઓમાંશિષ્ટ પુરુષોનો ડર છે, એ ગુણરૂપ છે. ટી.વી. આવ્યું તો ટાઇમ બગડ્યા, મન બગડ્યા, જીવન બગડ્યા, શરીર બગડ્યાં છતાં તમે ટી.વી. ઘરમાં લાવ્યા. આ લોકસંજ્ઞા છે. યુવાનોને કોથળા જેવા જીન્સ અનુકૂળ આવતા નથી. લેંઘોઝભ્ભો અનુકૂળ છે છતાં કોથળા જેવા જીન્સ પહેરે છે.” સભાઃ “અમારે સ્વજનનો શોક હોય તો લેંઘા-ઝભ્ભા પહેરવાં પડે છે.” ગુરુજી: “તમારા જેવામાંથી જ એક યુવાન મને મળ્યો. એને એના પિતાનું શોક હોવાથી ર મહિના લેઘો-ઝભ્ભો પહેર્યા. મને કહે કે સાહેબ! અત્યંત કમ્ફર્ટ લાગે છે. શરીર પતલું થાય, જાડું થાય, પેન્ટમાં તો ટેન્શન પણ લેંઘામાં નાડું હોવાથી કોઈ ટેન્શન નહીં. છતાં પહેરતાં નથી, કારણ? લોકસંજ્ઞા. ટેટુ કરાવે, દુઃખે છતાં બધાં કરાવે તો આપણે પણ કરાવો. આ છે લોકસંજ્ઞા. પ્રાર્થના : 2 38 પડાવ : 7