________________ ગુરુજી: “પૂર્વકાળમાં વિધવા સ્ત્રી હાથમાં બંગડી વગેરે પહેરતી નહોતી. આજે સધવા સ્ત્રીઓ પણ બંગડી પહેરતી નથી તે લોકવિરુદ્ધ છે. જે વિધવા હાથમાં બંગડી પહેરે તે પણ લોકવિરુદ્ધમાં આવશે. જેટલા પણ શિષ્ટપુરુષમાન્ય રીતરિવાજો છે તે રીતિ-રિવાજોનો લોપ તે લોકવિરુદ્ધમાં આવશે.' સભાઃ “અમે બંને પતિ-પત્ની છીએ અને ગુરુમહારાજ પધાર્યા હોય તો મારી પત્ની ગુરુ મ.સા.ની સામે નૃત્ય કરી શકે ને? સીતાજીએ મ.સા.ની આગળ નૃત્ય કર્યું હતું ને?” ગુરુજીઃ “કરી શકે. પણ પહેલાં ભૂમિકા જોવી પડશે કે મ.સા. કઈ ભૂમિકાના છે, મારા જેવા સ્થવિર કલ્પી હોય તો ન થઈ શકે. સમતાની ભૂમિકાવાળા હોય અને કરે તો વાંધો નહીં. કદાચ અમારો પ્રવેશ વગેરે છે અને બહેનો હર્ષમાં નાચવાનું ચાલુ કરે તો મારે કહેવું પડે કે મર્યાદા રાખવી પડશે. ચોથા આરામાં મંદોદરીને પરપુરુષની સામે નાચવાની છૂટ ન હતી. એ કાળ તો અત્યંત મર્યાદાવાળો હતો. છતાં નિષેધ છે. તો પંચમ કાળમાં તો સુતરામ નિષેધ કરવો જ પડે.” સભાઃ “દીકરા-દીકરીનાં લગ્નમાં નાચતાં ન આવડતું હોય તો 50-50 હજાર રૂપિયા આપીને કોરિયોગ્રાફર રાખે છે!” ગુરુજી: “તમારી તો વાત થાય તેમ નથી ! ઘણાંને લગ્ન વગેરેમાં નાચવું નથી. ઘણાને ઘરમાં ટીવી લાવવું નથી, ઘરમાં એ.સી. લાવવું નથી. છતાં કેમ લાવે છે ?" સભાઃ “સ્ટેટસ થઈ ગયું છે માટે !" ગુરુજી: “ના, લોકસંજ્ઞાના કારણે. બધાંનાં લગ્નમાં સંગીતસંધ્યા હોય એટલે આપણે રાખવી જ પડે. બધાંના ઘરે ટીવી હોય એટલે આપણે ટીવી પ્રાર્થના : 2 37 પડાવઃ 7