________________ આર્યદિશમાં કેવી મર્યાદા હતી તે આ બે પનિહારીઓની વાત ઉપરથી તમને સમજાશે.” સભાઃ “સ્ત્રીઓને ગોંધી જ રાખવાની ને?” ગુરુજી: “તમારું માથું ઠેકાણે નથી માટે તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે છે. બાકી... જલિયાવાલા બાગની ઘટનાથી દુઃખી સરદાર ઉધમસિંહ ફોરેનમાં પહોંચ્યા. ત્યાં ઘણા અંગ્રેજોને માર્યા અને જયારે સરદાર ભાગતા હતા ત્યારે એક યુવતીએ જાણી કરીને પોતાનો પગ આડો કરીને સરદાર ઉજમસિંહને નીચે પટક્યા. પડવાના કારણે પકડાઈ ગયા ત્યારે લોકોએ પૂછ્યું કે તમારી પાસે બંદૂક તો હતી જ. તમે કેમ એ યુવતી પર બંદૂક ન ચલાવી? ત્યારે ઉજમસિંહે કહ્યું કે હું ભારતીય છું. અમે છોકરી પર આંખ પણ નથી ઊઠાવતા તો બંદૂક તો કેવી રીતે ઊઠાવું? ભારતીય સંસ્કૃતિ તમને ખબર હોત તો કદાચ આવું ન બોલતા કે સ્ત્રીઓને ગાંધી જ રાખવાની?” સભાઃ “રામ, લક્ષ્મણ , સીતા વનવાસમાં ગયા ત્યારે એક મહાત્મા સામે સીતાએ નૃત્ય કર્યું અને રામ લક્ષ્મણે વાજિંત્ર વગાડ્યા. સીતા માટે લક્ષ્મણ પરપુરુષ હતા તો સીતાજીની આ પ્રવૃત્તિ લોગવિરુદ્ધ ન કહેવાય?” ગુરુજી: “અહીં સીતાજીના જીવનમાં લોગવિરુદ્ધ નહીં બતાવી શકો. કારણ કે લક્ષ્મણ અત્યંત મર્યાદાવાન છે. સીતાજીના અપહરણ બાદ સીતાજીના દાગીનાઓ મળ્યા તો લક્ષ્મણ કહે છે કે મેં ક્યારેય પણ ભાભીની સામે જોયું નથી. તેથી હાર, કુંડલ, બંગડી વગેરે નહીં ઓળખી શકું. પણ રોજ એમના ચરણે નમસ્કાર કરતો હતો તેથી તેમના પાયલને ઓળખી શકીશ. આવા લક્ષ્મણ દિયર છે માટે ચાલે બાકી બીજા કોઈદિયર હોય તો ચાલે.” સભાઃ “અમારાં ભાભીઓ તો બંગડી પહેરતાં જ નથી.” પ્રાર્થનાઃ 2 36 પડાવ : 7