________________ આપનો દાહ શાંત થઈ જશે. પરંતુ આપે અમને એક વચન આપવું પડશે કે આપ અમારું નામ ગુપ્ત રાખશો. કારણ કે એ જમાનામાં પરપુરુષની હાજરીમાં જાહેરમાં સ્ત્રીઓ ગાતી ન હતી. તાનસેનને આવકારીને તાના રીરી પોતાના ઘરે તેમનું સ્વાગત કરીને મેઘમલ્હાર રાગ સંભળાવે છે અને તાનસેનનો દાહ શાંત થઈ જાય છે. અને એ જ દિવસે તાનસેન રાજસભામાં હાજર થાય છે. રાજાએ તરત પૂછ્યું કે તમે તો કહેતા હતા ને કે હું છ મહિના સુધી નહીં આવી શકું તો આજે આપ કેવી રીતે આવી ગયા? ત્યારે તાનસેને કહ્યું કે હું વચનથી બંધાયેલો છું એટલે નામ નહીં આપું પણ રૈયતમાં બે નાની દીકરીઓ છે તેઓ તળાવમાં પાણી ભરવા આવી અને મારા ઇંગિત આકાર પરથી તેમણે કહી દીધું કે તમે દીપક રાગ ગાયો છે અને તેમણે મને મેઘમલ્હાર રાગ સંભળાવ્યો છે અને મારો દાહ શાંત થયો છે. આ પણ સંગીતના સાત સૂરોની સૂરાવલિની કમાલ છે. રાજાએ હવે જિદ પકડી કે મને એ બંને દીકરીઓનાં નામ આપો. તાનસેને આનાકાની તો ઘણી કરી પણ રાજાભિયોગના કારણે તેમણે બંનેનાં નામો આપ્યાં. અને બંને દીકરીઓને રાજ્યસભામાં હાજર થવા કહેણ મોકલવામાં આવ્યું. બંને દીકરીઓએ રાજયસભામાં જવાને બદલે પોતાના ઘરમાં જ સમાધિ લીધી અને આજે પણ તે બંને દીકરીઓના બલિદાનને સંગીતકારો આલાપની અંદર તાનારીરીનાં નામો વાપરીને અંજલિ આપે છે. આજે જોવાલાયક સ્થળોમાં આ બંનેનાં બલિદાનની યશોગાથારૂપ દહેરીઓનાં દર્શન માટે લોકો ટોળે વળે મીરાં તો ભજન ગાતાં હતાં પણ તમે તો ઇન્ડિયન આઇડિયલમાં તમારી દીકરીઓને હલકાં ગીતો ગામ વચ્ચે ગાવા માટે પ્રોત્સાહિત કરો એવા છો. પ્રાર્થના : 2 35 પડાવ : 7