________________ છેવટનાં વરસોમાં તો વારંવાર આવતા. કોઈ પણ કારણે તેમને હસ્તલાઘવની(ચોરી) ટેવ પડેલી તે છૂટતી જ ન હતી. પછીનાં વરસોમાં સાવ નિર્ધન થઈ જવાથી એ ટેવ વધી હોઈ, બે-ચાર મિનિટ પણ ઓરડામાં એકલા પડવા દીધા હોય તો કંઈક વસ્તુ તો જાય જ. છતાં બા તેમને જમીને જવાનું કે બપોર પછી છાંયો ઢળે જવાનું કહેતાં ત્યારે મને ઘણો ચિત્તક્લેશ થતો. બાને આ ભાઈની ટેવ બાબતે ખબર હતી. છતાં પણ તેઓ તેમને હેતથી અવનવું ખવડાવતાં. મિષ્ટાન્ન બનાવી દેતાં અને અવનવા અથાણાં કાઢી ખવડાવતાં. ઉનાળામાં તો બા તેમને પંખો ય નાખતાં. વાત સાચી કે એ ભાઈ બહુ ભાવથી જમતા અને વારંવાર ફઇ-ફઈ કહી બાળપણની વાતો સંભારતા. એક વાર તેઓ સવારમાં મારા ઘરે આવ્યા. બાએ જમવા રોક્યા.બા ઘરમાં હતાં અને હું બાજુની ઓરડીમાં બે-ત્રણ પુસ્તકો મૂકવાને એક પુસ્તક લેવા ગયો. પુસ્તક ગોતતાં બે-ત્રણ મિનિટ થઈ. પાછો આવ્યો ત્યારે ટેબલ પરથી બે નાની વસ્તુઓ ગયેલી. મેં અંદર જઈને બાને કહ્યું, આપણે સહુ જાણીએ છીએ કે એ ભાઈ આવે છે ત્યારે કંઈક વસ્તુ જાય છે. તોય બેસવાનું, જમવાનું શા માટે કહેવું?” બાએ કહ્યું, “ભાઈ! હું જીવું છું ત્યાં સુધી રે ‘વા દે.”કહી બા મૂંગા થઈ ગયાં. બાએ શ્રીખંડ કરી ખવરાવ્યો. પંખો નાંખતાં, જૂની વાતો સંભારતાં બંને બેઠાં. હું રસોડામાં જઈ લુસલુસ જમી ઓફિસે જવા નીકળ્યો. જતાં જતાં કહેતો ગયો કે મને આ બધું ગમતું નથી. ઓફિસેથી પાછો ઘેર આવ્યો ત્યારે મેં બાને પૂછ્યું, “હું ગરમ થઈ, બોલીને ઓફિસ ગયો ત્યારે તમારે મને કંઈ કહેવું હતું? બાએ કહ્યું કે તને આવડા મોટાને મારે શું કહેવાનું હોય? મેં કહ્યું કે તમે મારી સામે જોતા'તા ત્યારે શું વિચાર આવતા‘તા?” પ્રાર્થના : 2 29 પડાવ : 7