________________ (એમના સમાજમાં ઘરઘરણાં-બીજાં લગ્ન- થતાં હતાં). તો ગંગુવહુ ચિડાઇને કહેતી કે આવી વાત મારી આગળ નહીં. જે ધણીને મેં જીવ દીધો એનું ગામતરુ (મૃત્યુ) થયા કેડે હું એને છેહ (દગો) દઉં તો હું ક્યા ભવમાં છૂટું?” સભાઃ “નાની ઉંમરમાં વિધવા થાય તો જિંદગી નીકળે કેવી રીતે?” ગુરુજીઃ “ધર્મમાં મન લગાડવાથી જિંદગી સુખપૂર્વક નીકળી જાય.” સભાઃ “ધર્મગમવો તો જોઈએ ને?” ગુરુજી: “ધર્મમાં ન ગમવા જેવું શું છે? બીજો પતિ બે વર્ષમાં મરી જશે તો? પતિ નથી તો શું થયું? પરિવારમાં સાસુ-જેઠાણી વગેરે તો છે જ ને?ધર્મમાં મન લગાડવાનું. સામયિક પ્રતિક્રમણ કરી શકાય. બાકીના ટાઇમમાં ઘરનાં કર્તવ્ય આવશે. પતિના સાથે જે ટાઇમ મળતો હતો તે ધર્મમાં લગાડી દેવાનો. મીરાં વિધવા થયાં. બીજાં લગ્નની વાત નથી. શ્રીકૃષ્ણની ભક્તિમાં પોતાનું મન લગાડી દે છે. બીજાં લગ્નનો વિચાર સુદ્ધાં નથી કરતાં. મીરાંના પદો વૈરાગ્યમય છે. છતાં મીરાંના જીવનમાં લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે.” સભાઃ “શું છે?” ગુરુજીઃ “શ્રીકૃષ્ણની ભક્તિ ગમે ત્યાં રસ્તા ઉપર પણ કરવા બેસી જાય. વીણા વગાડે, ભગવાનનાં ગીતો ગાય. આદિશની સ્ત્રીઓ આમ રસ્તા પર ન ગાય. રાસડા પણ ન લે. ગમે ત્યાં બેસી ન જવાય. ગમે ત્યાં ભજન ન કરે. ગમે ત્યાં નાચે નહીં.” સભાઃ “ભજન જ ગાયછેને?” ગુરુજીઃ “સ્ત્રીઓથી જાહેરમાં ગમે ત્યાં ભજન કરવું, નાચવું વગેરે ન થાય.” પ્રાર્થના 2 32 પડાવ : 7 32.