________________ વ્યવસ્થા તૂટી ગઈ છે. તમે હાથ ઊંચા કરી નાખો તો કોઈ કહેનાર રહ્યું નથી. બાકી સમાજવ્યવસ્થા હોય તો સજ્જનો તમારો હાથ પકડશે. માય લાઈફ ઈઝ માય લાઇફ એ વાત અહીં ન ચાલે. અહીં સજ્જનો પણ Involve થશે. અહીં ચૂકો તો ગણધર ભગવંતો તમને ચૂક્યા કહેશે. માટે ગણધર ભગવંતો ભગવાન પાસે પ્રાર્થના કરે છે. લોકવિરુદ્ધચ્ચાઓ.” સભાઃ " 12 વ્રતધારી શ્રાવક હોય અને એની વિધવા બહેનના ભરણપોષણની જવાબદારી છતી શક્તિએ ન લે તો લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય?” ગુરુજીઃ “હા, 100% લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય. શાસ્ત્રકારો જેનામાં જેટલી ભૂમિકા મુજબ ખામી હશે તે ખામી તટસ્થતાપૂર્વક જરૂર બતાવશે. ભગવાનના શાસનમાં જરા પણ મારાતારાનો ભેદભાવ નથી. લોકવિરુદ્ધ પ્રવૃત્તિમાં મીરાંના જીવનને જોઈએ. મીરાંના લગ્ન રાજઘરાણામાં થયેલાં છે. અંબાણી ફેમિલીની પુત્રવધૂઓનો દબદબો કેવો હોય? એનું સ્ટેટસ કેવું હોય? એની પાસે પૈસાની રેલમછેલ કેવી હોય?” સભાઃ “આટલા પૈસાવાળાને તો પાર્ટી, શોપિંગ, ફેશનમાંથી બહાર નીકળવાનો ટાઇમ જનમળે.” ગુરુજીઃ “મીરાં રાજરાણી છે. એમને કોઈ ગૃહકાર્ય વગેરે કરવાનાં ન હોય. મીરાંનાં નવાં નવાં લગ્ન થયાં છે અને પતિનું મૃત્યુ થઈ જાય છે અને મીરાં વિધવા થયાં છે. તમે હોવ તો મીરાંને શું શિખામણ આપો?” સભાઃ “બીજાં લગ્ન કરી લે. આખી જિંદગી કેવી રીતે નીકળશે?” ગુરુજી: “બીજો પતિ કરશે એટલે જિંદગી નીકળી જશે? બીજો પતિ નહીં મરે એની ગેરંટી છે? આર્યદેશની વાતો સાંભળો તો ખબર પડે. ગંગડોશીની વાત છે. ગંગુનાં લગ્નનાં બે-ત્રણ વર્ષમાં જ પતિ મરી ગયો. બીજાં લગ્નની વાત કરી પ્રાર્થના 2 31 પડાવ : 7