________________ બાએ કહ્યું કે મને તો ત્યારે તારા બાપા યાદ આવતા'તા. અમે એકવાર આપણા ગામડે ગયા. ત્યારે ઓરડાની ચાવી જેની પાસે હતી તે કમરૂદ્દીનભાઈએ કહ્યું કે તમારા ફલાણા સગા પંદર દિ‘પહેલાં આવ્યા હતા અને ચાવી માંગી કે તમે સામાન રાજકોટ મંગાવ્યો છે, માટે લેવા આવ્યા છે. એમ કહી એક મોટું કબાટ, એક પેટી, તાંબા-પિત્તળના કે રૂપાનાં વાસણ લઈ ગયા છે. તારા બાપુ કંઈ બોલ્યા નહીં. પછી ઓરડામાં ગયા. પટારો ઉઘાડ્યો. ત્યાં તાળું તોડી ઘરેણાં વગેરે લઈ ગયા હતા. મને આ વસ્તુસ્થિતિ જોતાં દુઃખ થયું ત્યારે તારા બાપાએ કહ્યું કે આ વાત કોઈને, બા સુદ્ધાને ના કહેવી. મૂંગા રહેતા અને ખમી ખાતાં શીખવું. આપણા નસીબનું નહોતું એમ મન મનાવવું. એ યાદ આવતાં મને થયું કે એ બાપનો તું દીકરો થઈ આમ કેમ વ?તમને સમજાયું હશે કે તમારે ઘરેથી કોઈ વસ્તુ ચોરી જાય તો નિંદા તો બહુદૂરની વાત છે.” સભાઃ “શ્રાવક આવી રીતે કોઈ ચોરી કરી જતું હોય તે સહન કરે ? ક્યાં સુધી સહન કરવાનું?” ગુરુજીઃ “ભૌતિક નુકસાનમાં જેટલું સહન થાય તેટલું કરવું. સહન કરશો તો સારું છે. જયાં સુધી તમારી સમાધિટકતી હોય ત્યાં સુધી સહન કરવામાં કોઈ વાંધો નથી. મૂળ વાત, લોકવિરુદ્ધ બે પ્રકારે છેઃ (1) જેમાં પાપ સ્પષ્ટ દેખાય, (2) જેમાં પાપ સ્પષ્ટ ન દેખાતું હોય. જેમ કે મા-બાપથી અલગ રહેવું વગેરે. તમારી બહેન વિધવા થઈ છે. એના સાસરીપક્ષમાં કોઈ નથી. ત્યારે ભાઈ તરીકે તમારી જવાબદારી વિધવા બહેનના ભરણપોષણની આવે. તમારે ચૂં કે ચા કર્યા વગર ભરણપોષણ કરવાનું. તમે ગાડીઓમાં ફરો અને બહેનનું ભરણપોષણ ન કરો તો ન ચાલે પણ આજે સમાજ પ્રાર્થના : 2 30 પડાવ : 7