________________ આશયથી આગળની પ્રાર્થનાઓ બનાવી છે. આપણી વાત ચોથી પ્રાર્થના લોગવિરુદ્ધચ્ચાઓની ચાલતી હતી. લોગ-સારા, સજ્જન લોકો અને એ લોકોને જે ન ગમતું હોય તેનો ત્યાગ એનું નામ “લોગવિરુદ્ધચ્ચાઓ. અહીં સર્જન લોકો જ લેવા પડશે. સજ્જન=શિષ્ટ જન. જૈન લેવા એવું ન સમજવું. ટૂંકમાં, દુનિયામાં જેટલા શિષ્ટજન છે એ લોકોને નથી ગમતું એવી વસ્તુનો ત્યાગ એટલે લોગવિરુદ્ધચ્ચાઓ.” સભાઃ “શિષ્ટજન અર્થાત્ સજ્જન કોને ગણવા?” ગુરુજી: “જેને સુકૃતો સહજ ગમતાં હોય, સારાં કામો ગમતાં હોય અને ખરાબ કામો ન ગમતાં હોય. એને શિષ્ટજન અર્થાત્ સર્જન કહેવાય. લોક વિરુદ્ધ પ્રવૃત્તિ બે પ્રકારની આવશેઃ 1) જે પ્રવૃત્તિ સીધેસીધી નિંદ્ય લાગશે જેમ કે, વેશ્યાનો ધંધો કરવો, કતલખાનું ચલાવવું, સ્મગલિંગ કરવું, જુગાર રમવો આ બધી સ્પષ્ટ અયોગ્ય પ્રવૃત્તિઓ છે. આમાં બહુ સમજવાની જરૂર ન પડે. જ્યારે બીજી લોક વિરુદ્ધ પ્રવૃત્તિમાં સ્પષ્ટ, સીધું, દેખીતું પાપ ન દેખાય. દા.ત. વડીલોથી જુદાં રહેવાનું, દારુ, સ્મગલિંગ –વેશ્યાના ધંધામાં સીધું પાપ દેખાશે. તમે વડીલોથી જુદાં સ્વતંત્ર રહો એમાં આવું સીધું પાપન દેખાયછતાં એવી પ્રવૃત્તિઓનો પણ ત્યાગ કરવા.'' સભાઃ “આજે તો દેખીતું પાપ દેખાય એમાં સમજાવવા જઈએ તો પણ સામે ગળે વળગે.” ગુરુજી: “તમારી વાત સાચી છે, એક યુવાનને એક સજ્જનભાઈ સમજાવવા ગયા કે તું મહિને 15 હજાર રૂપિયા દારૂ-સિગારેટ પાછળ ઊડાડી નાખે છે. 12 મહિનાના 1 લાખ 80 હજાર થાય અને 10 વર્ષના 18 લાખ રૂપિયા થઈ ગયા. આ 18 લાખ રૂપિયા બચાવ્યા હોત તો તારી પ્રાર્થના : 2 27 પડાવ : 7