________________ સભાઃ “ક્રમશું હોય?” ગુરુજી: “જે ન ભણ્ય, ન ભણાવ્યું ને બદલે જે ન ભણાવ્યું ન ભણ્યું. આમ લખવા પાછળ શાસ્ત્રકાર ગુરુગમથી ભણવાની વાત કરે છે. માટે ક્રમનો વ્યુત્ક્રમ કરીને લખ્યું છે.” સભાઃ “આ અર્થ ટીકામાં લખ્યો છે?” ગુરુજી: મને ભણતાં પ્રશ્ન થયેલો તેથી મેં સુવિશાલગચ્છાધિપતિ પૂજ્ય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ને આનો અર્થ પૂછાવ્યો. તો એમણે આ અર્થ કરી આપ્યો. મને ખૂબ સંતોષ થયો. | મૂળ વાત, બંધારણની ચોપડીઓ બજારમાં મળે છે છતાં વકીલો પાસે તમારે અર્થ સમજવા જવું પડે છે. નેટ ઉપર સર્ચ કરો તો દવાની માહિતી મળે છતાં ડૉક્ટરની જરૂર પડે છે. જીએસટીના નિયમો ગુપ્ત નથી છતાં સી.એ. પાસે જવું પડે છે.” સભાઃ “સી.એ. જેટલું જીએસટીનું જ્ઞાન નથી માટે જવું પડે છે.” ગુરુજી: પૂર્વાચાર્યો જેટલું જ્ઞાન આપણને નથી તેથી જ પૂર્વાચાર્યોએ જે આગમો ઉપર ટીકા, ભાષ્યાદિ જો લખ્યાં છે તે મૂળ આગમના જ અર્થ છે. છતાં એ ભાષ્યાદિને માનવા નહીં એ બહુ ગંભીર ભૂલ છે. દા.ત. તમારા પિતા કહી ગયા કે સમાજમાં કોઈની સાથે બગાડતો નહીં. એમાં પડોશીનો ઉલ્લેખ ન કર્યો હોય તો પણ સમજવાનું જ હોય કે પડોશી સાથે બગાડાય જ નહીં. તમે તમારો કક્કો લઈને બેસી જાવ કે પિતાજી ક્યાં લખીને ગયા છે કે પડોશી...પિતાજી તો સમાજ સાથે ન બગાડવાનું લખી ગયા છે. આ જ કક્કો ખરો કરો એ વ્યાજબી નથી. આઠ માગણીની અંદર ગણધર ભગવંતે જે માંગ્યું, એમાં બધું આવી ગયું હતું. શું મંગાય એનો પૂરેપૂરો બોધ એમની પાસે હતો. છતાં પૂર્વાચાર્ય દિબધ્ધ સુબદ્ધમ્ ન્યાય અથવા તો સ્પષ્ટ બોધ થાય એવા ઉદાત્ત પ્રાર્થના : 2 26 પડાવ : 7.