________________ પૈસા જોઈએ. એટલા પૈસા કમાવવામાં માણસ ટેન્શનમાં ઊંધો વળી જાય. કદાચ પુણ્ય હોય અને પુષ્કળ પૈસા છે તેથી બિહારમાં ઘર લીધું. તમને કોઈ પૂછે કે બિહારમાં ઘર કેમ લીધું? મારા પિતાજી કહી ગયા કે ગામેગામ ઘર હોવા જોઈએ. માટે બિહારમાં કોઈ સ્વજન નથી છતાં ઘર લીધું. ખરેખર તમારા પિતા જે કહી ગયા છે તેનો મતલબ એવો થાય છે કે દરેક વ્યક્તિ સાથે એવા મીઠા સંબંધો રાખવા કે અન્ય ગામમાં જવાનું થાય તો પરાયું ન લાગે. પોતાનું જ ઘર લાગે. એથી એ ગામમાં પગ મૂકવામાં સંકોચ ન થાય. સમજો કે તમારે અમદાવાદ જવું છે અને ત્યાં ચોવિહાર કરવા છે. તમે પાડોશી સાથે સારા સંબંધ રાખ્યા છે. તેમની પુત્રવધૂ અમદાવાદની છે તો તરત કહેશે કે મારા પિયર જજો. ત્યાં બધી વ્યવસ્થા થઈ જશે. મારા પિયરિયાંને જ તમારા ચોવિહારનો લાભ આપજો. તમારા પિતા કહી ગયા કે ગામેગામ ઘર બાંધવા અર્થાત્ તારો સ્વભાવ સારો રાખજે. આજુબાજુવાળા સાથે કટકટ કરતો નહીં. કચરાના ડબ્બા વગેરે માટે માથાકૂટ કરતો નહીં. બાજુવાળા નાના છોકરાં ગંદકી કરી જાય તો ઝઘડવા માટે જતો નહીં. આવી લાખો હિતશિક્ષાઓ ગામેગામ ઘર બાંધવામાં રહેલી છે.” સભાઃ “ગામેગામ સંબંધ રાખવા એમ જ લખ્યું હોત તો?” ગુરુજી: “વરસાદ પડે તો લોકો કહે કે આ વરસે સોનું વરસ્યું. ખરેખર તો સોનું નથી વરસ્યું પણ પાણી વરસ્યું છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને આ રીતે ભાષા બોલાતી હોય છે. ભાષાની અમુક પ્રકારની મર્યાદાઓ આવવાની તેથી સમજવામાં તકલીફ થાય.માટે જ ગુરુની જરૂર પડે. માટે સાધુ ભગવંતોના પમ્પસૂત્રમાં તોપમ્બમ્સ નવાઇન પઢિએ... અહીંક્રમનો વ્યુત્કમ કર્યો છે. પ્રાર્થનાઃ 2 25 પડાવ : 7