________________ પડાવ : 7 જળ ભરી સંપુટ પત્રમાં,યુગલીક નર પૂંજત ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંતઃ ભવનો અંત લાવવા માટે આપણે સુધર્માસ્વામી ભગવંતે બનાવેલ જયવયરાય સૂત્રની વિચારણા કરી રહ્યા છીએ. (1) ભવનિર્વેદ (2) માર્થાનુસારિતા (3) ઇષ્ટફલસિદ્ધિ (4) લોકવિરુદ્ધનો ત્યાગ (૫)ગુરુજનપૂજા (6) પરાર્થકરણ (૭)સદ્ગુરુનો યોગ (8) તેમના વચનની સેવા.. આભવમખેડા ગણધર ભગવંતે અહીં સુધી જ સૂત્ર બનાવ્યું છે. પછીની જે માંગણીઓ છે તે પૂર્વાચાર્યકૃત છે. સભાઃ “ગણધર ભગવંતે કેમ અધૂરું સૂત્ર બનાવ્યું?” ગુરુજીઃ “ગણધર ભગવંતે કેમ 8 પ્રાર્થના સુધી જ સૂત્ર બનાવ્યું તે વિચારીએ. તમે કહ્યું કે ગણધર ભગવંતે કેમ અધૂરું સૂત્ર બનાવ્યું. સૂત્ર અધૂરું છોડવાનું સંભવિત કારણ (1) વ્યક્તિને આવડતું ન હોય તો અધૂરું છોડે (2) વ્યક્તિના કામમાં ઠેકાણું ન હોય તો અધૂરું છોડે. (3) કાર્ય કરતાં કાંઈ ગણધર ભગવંતે આઠ પ્રાર્થના સુધી જ સૂત્ર બનાવ્યું પણ આગળનું સૂત્ર ન બનાવવામાં એક પણ ઉપરોક્ત કારણ નથી. (1) ગણધર ભગવંતો શ્રતના પારગામી છે. તેથી તેમને આવડતું નથી એવું તો નથી જ. (2) તીર્થકર ભગવંતના પટ્ટધરના કામમાં ઠેકાણું ન હોય એ વાતમાં દમ નથી. (3) જયવીયરાયસૂત્ર બનાવતાં કોઈ વિપ્ન પણ આવ્યું નથી. છતાં...” સભાઃ “તે કાળે આગળની પ્રાર્થનાઓની જરૂર નહીં હોય.” પ્રાર્થના : 2 પડાવ : 7