Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 25
________________ દોષદૃષ્ટિવાળા કાગડા જેવા હોય છે. એને ઉકરડો અને મરેલા ઉંદરો જ દેખાય. બગીચામાં ઊગેલાં ફૂલો ન દેખાય. સંવત્સરીના દિવસે ખાય એની પણ નિંદા ન કરાય. નિંદા કેવળ પોતાના દોષોની અને જે અધમાધમ જીવો છે, જે માર્ગને ધક્કો પહોંચાડે છે, ઉન્માર્ગને સ્થાપે છે, શાસનના પ્રત્યનિક છે. એ બધાંની નિંદા નહીં કરો તો પાપ બંધાશે.” સભાઃ પ્રભાવના માટે બહેનો પડાપડી કરતાં હોય છે, એની નિંદા કરાય?” ગુરુજી: “પ્રભાવના માટે પડાપડી કરનારની પણ નિંદા ન કરાય. એને ગુરુ મ.સા. સમજાવશે. પણ તમારે નિંદા ન કરવી. વર્ષો પહેલાં દુષ્કાળ વગેરે કારણસર અનાજ વિતરણ કરવા નીકળેલા યુવાનો ગાડીઓ ચોરામાં ઠાલવી જાય અને કહે કે અમે આગળના ગામમાં જઈએ છીએ. તમે તમારી રીતે લઈ લેજો. કાર્યકર્તા પાછા આવ્યા. અનાજના ઢગલા જેમના તેમ. એક દાણો પણ ઓછો ન થાય. આપવા છતાં જાતે લે નહીં. આપણી વૃત્તિ નીચે ગઈ કેમ કે શ્રીમંત ઘરની સ્ત્રીઓ પણ પ્રભાવના માટે પડાપડી કરે. આ આપણી તુચ્છ વૃત્તિ, અશુભ લેશ્યાના પ્રતીક છે. પ્રભાવના માટે ઝૂંટાઝૂંટી ન હોય. ઇવન માંગવું એ કેટલું નાનપભર્યું હશે કે શાંતનુ શેઠે ચોરી કરી પણ માંગ્યું નહીં. ખાનદાન માણસમાગી શકે નહીં.” સભાઃ “અમે તો ફ્રેન્કલી કહી દઈએ કે મારી આગ્રહ કરવાની ટેવ નથી. તમે જાતે માંગી લેજો.” ગુરુજી: “તમારી આગ્રહ કરવાની ટેવ નથી એ કોઈ ગુણ નથી, પણ એ તો દોષ છે. આગ્રહ કરવાની ટેવ નથી તો ટેવ પાડ. કશું જ ફ્રેન્કલી મંગાય નહીં.” સભાઃ “સાધુ ભગવંતો વગેરે તો વસતિ વગેરેનીયાચના કરે છે?” | પ્રાર્થના : 2 18 પડાવ : 6

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112