Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 23
________________ નિરધારરે.” ધર્મરુચિ મ.સા.એ શાક થોડું પરઠવ્યું. શાકમાં સ્વાદિષ્ટ પદાર્થો નાખેલા હોવાથી કીડીઓ આવી. શાક ખાતાં કીડીઓ મરી ગઈ. “દીઠા દીઠારે જીવોના સંહારરે!” મ.સા. વિચારે છે, “જો હું બીજા જીવોને અભયદાન આપું અને આ આહાર વાપરું તો મારી જિંદગીનો અંત થાય છે પણ તે સાથે ભવનો પણ અંત થવો સંભવ છે. અને પરવશ તો કીડીઓની વિરાધના થવાથી ભવની વૃદ્ધિ થશે.” સભાઃ “ગુરુઆજ્ઞા તો પરઠવવાની હતી અને પોતે વાપરી ગયા તો ગુરુઆજ્ઞા ભંગનો દોષ ન લાગે?” ગુરુજી: “ગુરુઆજ્ઞાનામાત્રવર્ડસ(શબ્દો)ને પાળવાના નથી. ગુરુવચનના ઐદંપર્યને પણ પાળવાનું છે. ગુરુઆજ્ઞાનું ઔદંપર્ય પણ તેઓ સમજેલા હતા.” સભાઃ “એ શેના આધારે કહો છો?” ગુરુજી: “સઝાયમાં સ્પષ્ટ લખ્યું કે “તમે છો દયાના જાણ રે” અર્થાત ધર્મરુચિ મ.સા.જ્ઞાની છે માટે જ વિચારે છે કે મારા ગુરુની પણ આજ્ઞા છે કે શુદ્ધ સ્થાને જઈને આ આહાર પરઠવી દેવો. તો મારા પેટ જેવું શુદ્ધ બીજું સ્થળ ક્યાંય પણ જોવામાં આવતું નથી. મહાત્મા આવ્યા નહીં તેથી સહવર્તી જોવા જાય છે. મહાત્મા કાળધર્મ પામ્યા. ચંપાનગરીમાં ધર્મઘોષસૂરિ મ.સા.ના શિષ્યો મહોલ્લેમહોલ્લે, ગલી-ગલીએ, પોળે-પોળે કહે છે કે અન્યા, અપુણ્યા, પાપીણી, દુર્ભગીઓમાં લીંબોળી જેવી. સભાઃ “લીંબોળી જેવી એટલે શું?” ગુરુજીઃ “કોઈ પણ વ્યક્તિ ભૂખી હોય તો પીપળાનાં પાન ખાય પણ આ પ્રાર્થના : 2. 16 ysia : $

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112