Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 22
________________ ગુરુજીઃ “મૈત્રી નિખિલ સત્ત્વપુ. મૈત્રીનો અર્થ શું? પરહિતચિંતા એ મૈત્રી છે. સમષ્ટિનું હિત કરવા માટે અધમાધમ જીવને તોડી પાડવો એ પણ મૈત્રી કહેવાય. ઘણીવાર અધમાધમ જીવોને ચૂપ કરવામાં પણ મૈત્રી છે. મૈત્રી એટલે પંપાળવું એવો અર્થ નહીં સમજવાનો. ગોશાળાની ઉન્માર્ગગામી પ્રવૃત્તિ તોડી પાડી એ પણ પ્રભુજીની મૈત્રી જ હતી. નાગશ્રીની કથા નાયધમ્મકતામાં દ્રૌપદીના પૂર્વભવની વાત છે. ચંપાનગરીમાં સોમદેવ, સોમભૂતિ અને સોમદત્ત નામે ત્રણ સહોદર બંધુ હતા. તેમને અનુક્રમે નાગશ્રી, યજ્ઞશ્રી અને ભૂતશ્રી નામે ત્રણ સ્ત્રીઓ હતી. વારાફરતી એક-એક દિવસ સર્વે એક- એકને ઘરે ભોજન કરવા જતાં. એકવાર નાગશ્રીએ અજાણતાં કડવી તુંબડીનું શાક રાંધ્યું. તેને હિંગ વગેરે દ્રવ્યથી સારી રીતે વઘાર્યું. પાછળથી જરા ચાખતાં તેને જરાક કડવું લાગ્યું. એટલે તેમાં થયેલ દ્રવ્યનો ખર્ચ વ્યર્થ ન જાય તે માટે પાત્રમાં જુદું રાખી મૂક્યું. બીજા ભોજનથી બધાંને જમાડ્યાં. એવામાં ધર્મઘોષસૂરિના ધર્મચિ નામે મુનિ માસક્ષમણને પારણે નાગશ્રીના ઘરે આવ્યા. નાગશ્રીએ “આ શાકમાં થયેલો ખર્ચ વૃથા ન થાઓ” એવું વિચારીને કડવું શાકતે મુનિને વહોરાવ્યું. અહો ! આ સ્ત્રીની બુદ્ધિને ધિક્કાર છે, જેને ઘેર તપના તેજથી કાંચનગિરિ જેવા મુનિવર પધાર્યા તેમને તેણીએ ઉકરડા જેવા ગયા. કલ્પવૃક્ષ, સૂર્ય, કામકુંભ અને પુણ્યોદય જેવા મુનિને એ પાપી સ્ત્રીએ આકડો, રાહુ, કુંભારનો કુંભ અને ખાબોચિયા જેવા ગણ્યા. આહાર લઈને મુનિ ગુરુ પાસે આવ્યા. જ્ઞાની ગુરુએ તે આહાર અયોગ્ય (વિષમિશ્રિત) જાણી શિષ્યને કહ્યું, “નિરવદ્ય સ્થાને જઈને પરઠવો જી, તમે છો દયાના જાણ રે, બીજો આહાર આણી કરી છે, તમે કરો | પ્રાર્થના : 2 15 usid :$

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112