________________ ખરેખર તો શ્રાવકે બે સાધુભગવંતો વચ્ચે સોયનું કામ કરવું જોઈએ. એના બદલે આ શ્રાવકે કાતરનું કામ કર્યું. અહીંયા ગુણિયલ આચાર્ય ભગવંતની નિંદા થઈ રહી હતી. તેથી વૃદ્ધિચંદ્રમ.સા.એ ખૂબ સરસ જવાબ આપ્યો કે હું ગયા ભવમાં ખેડૂત હતો એટલે મારામાં મેલા રહેવાના સંસ્કાર રહી ગયા છે. જ્યારે મૂલચંદજી ગયા ભવમાં બ્રાહ્મણ હતા. તેથી બ્રાહ્મણના સંસ્કાર રહી ગયા છે તેથી ધોળાં, સ્વચ્છ કપડાં પહેરે છે. પણ તું ગયા ભવમાં ચંડાલ હતો.તેથી તારી નજર ચામડા પર છે, તેથી જ બાહ્ય જુએ છે, આત્મીક ગુણીયલતા જોતો નથી. ધર્મવિરોધી બોલનારને તરત બંધ કરાવતા પણ આવડવું જોઈએ. એનાથી સુલભબોધિથવાય. એક સ્થાનકવાસી ભાઈએ એક ગુરુભગવંતને કહ્યું કે પથરા પૂજવાથી મોક્ષ મળતો હોય તો હું ડુંગરે ડુંગરા પૂછું ! આ કંઈ પ્રશ્ન પૂછવાની રીત છે ? તરણતારણ ભગવાનની પ્રતિમા માટે પથરો શબ્દ વાપર્યો. ગુરુ મ.સા.એ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો કે મોઢે કપડું બાંધવાથી મોક્ષ મળતો હોય તો હું કપડાંના તાકાને તાકા બાંધું. જીવે સુલભબોધિ થવાનો રસ્તો (1) અરિહંત પરમાત્મા (2) એમણે પ્રરૂપિત ધર્મ (3) આચાર્યઉપાધ્યાય (4) ચતુર્વિધ સંઘ (પ) દેવલોકના દેવતા આ પાંચના વર્ણવાદ, પ્રશંસા, ગુણસ્તવ કરવાથી જીવસુલભબોધિ બને.” સભાઃ “હે ભગવાન! આપના સમયાઆગમ)માં નિયાણું કરવાની ના પાડી છે. છતાંય ભવોભવ તમારું શાસન મળજો એમ બોલવાથી શાસન મળે ને?” ગુરુજીઃ “શાસન મેળવવા પુણ્ય તો બાંધવું પડશેને? - ઉપરોક્ત પાંચના વર્ણવાદ કરવાથી પુણ્ય બંધાશે, શાસન મળશે. | પ્રાર્થના : 2 13 પડાવઃ 6