Book Title: Prarthana Part 01
Author(s): Niswarth
Publisher: Parmarth Pariwar

View full book text
Previous | Next

Page 17
________________ મારી જાય એવી હાલત છે. કલિકાલ સર્વજ્ઞની બદબોઈ કરવા મંજરી નામનું કલ્પિત પાત્ર લખી એની સાથે પ્રેમની વાતોવાળી નવલકથાઓ લખાય છે અને વંચાય છે. માકુભાઈનો સંઘ નીકળ્યો અને મનુભાઈ પંચોલીએ ટિકા-ટિપ્પણ કરતી નવલકથા લખી છે. વર્ષો પૂર્વે શ્રાવકો સમેતશિખર યાત્રા કરવા નીકળ્યા. દિલ્હીમાં નેહરુજી મળ્યા. નેહરુજીએ પૂછ્યું કે ક્યાં જાઓ છો ? તો કહ્યું કે સમેતશિખર. તો નેહરુજીએ કહ્યું કે ભાખરા-નાંગલ જાવ, એ સાચાં તીર્થો છે. એ શ્રાવકોને બસની વ્યવસ્થા કરાવીને ભાખરા-નાંગલ જવા રવાના કરી દીધા. દેવ-ગુરુ-ધર્મની નિંદા કરતો હોય તો તમારી શક્તિ હોય તો તેનો પ્રતિકાર કરવો જોઈએ. શક્તિ ન હોય તો ઊભા થઈ શકાય, ઊભા થવાની શક્તિ ન હોય તો કાનમાં આંગળી નાખી દેવાની. દેવ-ગુરુ-ધર્મની નિંદા સાંભળવાથી પાયમાલ થઈ જવાય.” માત્ર શબ્દકોશના આધારે અર્થન કરાય. સભાઃ “ભગવાન મહાવીરે માંસભક્ષણ કર્યું એવું ભણાવવામાં આવે છે.” ગુરુજીઃ “શબ્દોના અર્થ માત્ર કોશના આધારે ન થાય. સિંધ દેશમાં બે વસ્તુ પ્રોમિનન્ટ છે. સિંધ દેશમાં મીઠું પેદા થાય છે, જેને સિંધાલૂણ કહેવાય છે. બીજું સિંધ દેશના ઘોડા પ્રખ્યાત છે. સિંધ દેશમાં જે પેદા થાય તેને સૈન્ધવ કહેવાય. વ્યક્તિ જમવા બેઠી છે ત્યારે સૈધવ આનય (મીઠું લાવી બોલ્યા તો ત્યાં સૈન્ધવનો અર્થ મીઠું થાય છે. અને યુદ્ધના મેદાનમાં સૈધવ આનય બોલ્યા તો ત્યાં ઘોડો અર્થકરાય. પ્રાર્થના 2 10 પડાવ : 6

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112