________________ છું? એ જે કંજૂસાઈ કરે છે, એનાથી એ બદનામ થશે. હું બદનામ થવાનો નથી.” સભાઃ “એંઠા મોંઢે બોલે તો?” ગુરુજી: “તમારી જવાબદારી આવતી હોય તો કહેવાનું, બાકી માથું મારવાનું નહીં.” સભાઃ “દેવ-ગુરુ-ધર્મની નિંદા કરે તો પણ ચૂપ રહેવાનું?” ગુરુજી: “નિન્દો ન બોડપ તો કોઈની પણ નિંદા ન કરવી. એમાં અધમ એટલે પાપી, મધ્યમ એટલે લૌકિક સદ્ગુણીઓ, ઉત્તમ એટલે લોકોત્તર સદ્ગુણીઓની નિંદા ન કરવી એ અર્થ લેવો. પણ જે અધમાધમ અર્થાત્ જે જગતને પાપ તરફ લઈ જનારા છે તેની તો નિંદા કરવાની. નિન્યો ન ફોડપિ નોશેનો અર્થ વ્યાકરણ મુજબ સર્વત્ર નિંદાત્યાગ થાય છે. જ્યારે ધર્મશાસ્ત્ર મુજબ જે લોકો જગતમાં ઉન્માર્ગ પ્રવર્તાવે છે તેમના સિવાયની નિંદાનો ત્યાગ. નવિનિંદા મારગ કહેતા ગોશાળો પોતાની જાતને સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે. જગતમાં ઉન્માર્ગનું સ્થાપન કરી રહ્યો હતો તેથી સમવસરણમાં બધાની વચ્ચે ભગવાને કહ્યું કે તું જૂઠો છે, તું દંભી છે. તું એ જ મખલીપુત્ર ગોશાળો છે. મારી પાસેથી જ નિમિત્તશાસ્ત્ર ભણીને પોતાની જાતને સર્વજ્ઞ કહેવડાવે છે. ભગવાન એવું બોલ્યા કે ગોશાળો આખેઆખો ઊભો સળગી ગયો.” સભાઃ “આને નિંદા ન કહેવાય?” ગુરુજીઃ “નવિ નિંદા મારગ કહેતા, સમ પરિણામે ગહગહતા. સગા બાપને મરચું લાગી જાય એવું મયણા જાહેરમાં છડેચોક બોલી છે. કારણ કે પિતા જાહેરમાં ઉન્માર્ગની સ્થાપના કરી રહ્યા છે. આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે. રસ્તે રખડતો માણસ પણ આપણા ધર્મને ટપલી પ્રાર્થના : 2 પડાવ : 6