________________ આમળાની માફક આ નગરને નળકુબેરસહિત પ્રાપ્ત કરશો.” વિભીષણે દૂતીને કહ્યું, “વમસ્તુ'. એમ કહીને વિદાય કરી. ગુસ્સામાં રાવણ વિભીષણને બોલ્યા કે અરે ! કુલવિરુદ્ધ કાર્ય તે કેમ સ્વીકાર્યું? રે મૂઢ ! આપણા કુળમાં કોઈ પુરુષે રણભૂમિમાં શત્રુઓને પૃષ્ઠ અને પરસ્ત્રીને હૃદય કદી આપ્યું નથી. અરે વિભીષણ! આવા વચનથી પણ તેઆપણા કુળને કલંક લગાડ્યું છે. તારી આવી મતિ કેમ થઈ? સીતાનો ત્યાગ થવાનું કારણ ખાનદાન અને સદાચારી એવા રાવણની સામે પણ જોવા તૈયાર ન હતા એવા સીતાજી લંકા-વિજય પછી અયોધ્યામાં સુખેથી રહે છે. કાળક્રમે સીતાજી ગર્ભવતી થયા. પતિવ્રતા સ્ત્રીનું સ્થાન ક્યા પતિના હૃદયમાં ન હોય? એમાં પણ ગર્ભવતી થાય એટલે પત્નીનું માન ઓર વધી જાય છે. તેથી સીતાની શોક્યના દિલમાં તેલ રેડાય છે. શોક્યના દિલમાં ઇર્ષા ઉત્પન્ન થઈ છે. તેથી સીતાને હલકી ચીતરવા માટે કપટપૂર્વક સ્ત્રીઓએ સીતાને કહ્યું કે, અમે રાવણના રૂપનાં વખાણ બહુ સાંભળ્યાં છે. રાવણનું રૂપ આલેખીને બતાવો ને? સીતાજીએ કહ્યું કે રાવણ અશોકવાટિકામાં મને મળવા આવતો ત્યારે મારી દૃષ્ટિ નીચી રહેતી હોવાથી, મેં રાવણનાં સર્વ અંગો જોયાં નથી, મારી દષ્ટિ એનાં ચરણ ઉપર જ પડી છે. તેથી હું રાવણને શી રીતે આલેખી બતાવું? સપત્નીઓના આગ્રહથી સરળ પ્રકૃતિવાળા સીતાજીએ રાવણનાં ચરણ આલેખ્યાં અને તે જ સમયે રામ ત્યાં આવી ચડ્યા એટલે શોક્યો બોલી, “સ્વામી ! જુઓ તમારી પ્રિયા સીતા અદ્યાપિ રાવણને સંભારે છે. હે નાથ ! જુઓ. સીતાજીએ પોતે રાવણના બે ચરણ આલેખ્યા છે. હજુ સીતા રાવણની જ ઇચ્છા કરે છે. તે આપ ધ્યાનમાં રાખજો. તે સાંભળી રામે ગંભીરપણે મોટું મન રાખ્યું અને સીતાદેવીને ન જણાય તેમ ત્યાંથી તત્કાળ પ્રાર્થનાઃ 2 પડાવ : 6