________________ મેકઅપના લપેડાઓ જ લગાડેલા હોય છે. જયારે રાવણ કુદરતી સૌંદર્યવાન છે છતાં સીતા એની સામે જોવા તૈયાર નથી.” સભાઃ “રાવણ વ્યભિચારી છે?” ગુરુજી: “નટ-નટીઓની છાપ સતી સ્ત્રી કે મહાપુરુષ તરીકેની છે? નટનટીઓનાં લફરાંઓ, પરાક્રમો તમારા ધ્યાનમાં નથી? રાવણના જીવનમાં વ્યભિચાર તો દૂરની વાત છે, કેવા સજ્જન છે તે આપણે જોઈએ. રાવણ દિગ્વિજય કરવા નીકળ્યા છે. નળકુબેરનો વિજય કરવા કુંભકર્ણ રાવણની આજ્ઞાથી ગયા. નળકુબેરે આશાળી વિદ્યા વડે પોતાના નગરની આસપાસ સો-યોજન પર્યત અગ્નિમય કિલ્લો કરેલો હતો. તેમાં એવા અગ્નિમય યંત્રો ગોઠવેલાં હતાં કે જેમાંથી નીકળતા કણીયા જાણે આકાશમાં અગ્નિ ઉત્પન્ન કરતાં હોય તેવા દેખાતા હતા. આવા દુર્જય કિલ્લાનો ટેકો લઈ, ક્રોધથી પ્રજવલિત અગ્નિકુમારની જેમ એ નળકુબેર સુભટોથી વિટળાઈને રહ્યો હતો. સૂઈને ઊઠેલા પુરુષો જેમ ગ્રીષ્મ ઋતુના મધ્યાહ્ન કાળના સૂર્યને જોઈ શકે નહીં તેમ કુંભકર્ણ વગેરે જીતવાની વાત તો દૂર રહી, કિલ્લાની સામે પણ જોઈ શક્યા નહીં. તેથી આ દુર્લધ્ય પુર ખરેખર દુર્લધ્ય છે એવું સમજી ઉત્સાહભંગ થવાથી પાછા આવ્યા. તેથી રાવણ પોતે ત્યાં આવ્યા અને કિલ્લાને જીતવાના ઉપાયોનો ભાઈઓ સાથે વિચાર-વિમર્શ કરવા લાગ્યા. એ દરમિયાન નળકુબેરની પત્ની ઉપરંભાએ એક દૂતીને મોકલીને સમાચાર મોકલ્યા કે ઉપરંભા તમારી સાથે ક્રીડા કરવાને ઇચ્છે છે. તમારા ગુણોથી તેનું મન તો હરાઈ ગયેલું છે. માત્ર શરીર જ અહીં રહેલું છે. તે માનદ ! આ કિલ્લાને રક્ષણ કરનારી આશાળી નામની વિદ્યા છે તે ઉપરંભા પોતાના શરીરની જેમ તમને આધીન કરી દેશે. જેથી હથેળીમાં રહેલા પ્રાર્થના : 2 પડાવ : 6