________________ અનાદિ કાળથી સંસારી જીવને ભ્રમના કારણે ભૌતિક સુખોમાં જ સાચા સુખની આસ્થા બેસતી ગઈ. ભૌતિક સુખ જાણે આત્માનો સ્વભાવ ન હોય! એવી દૃઢ માન્યતા થતી ગઈ.” સભાઃ “આવું કેમ બન્યું?” ગુરુજીઃ “ગુરુનાં રખોપાંનાં ઘૂંટડેના ઢાંક્યો. ગુરુનાં હિતવચન સાંભળવા જીવતૈયાર નથી.” સભાઃ “હિત વચનો એટલે શું?” ગુરુજી: “ભૌતિક સુખો વિકારી છે. જેની આગળ-પાછળ દુઃખ જ હોય છે. ભૌતિક સુખો દુઃખોપચાર છે. ગુરુના આવાં હિતવચનો ન સાંભળ્યાં. તેથી કવિ આગળ કહે છે, વાયરો વાયો રે ભેંકાર, ઉપર મેહુલાનો માર, દીવડો નહી રે. પ્રગટે...” અર્થાત્ સાચા સુખરૂપી દીવડો નહીં પ્રગટે. સભાઃ “એનો મતલબ કે અમે આશાવાદી દરજી મટીને સંસારના બે ટુકડા કરી નાંખીએ એવા લુહાર બનીએ..” ગુરુજી: “પરફેક્ટ, ગણધર ભગવંત પ્રથમ પ્રાર્થનામાં જીવને જે પુદ્ગલ રસિકતા અર્થાત્ ભવાભિનંદીપણું એના બે ટુકડા નહીં પણ ચૂરેચૂરા કરી નાખવા એટલે જ ભવ-નિવ્વઓ અર્થાત્ પ્રથમ પ્રાર્થના. બીજી પ્રાર્થનામાં ગણધર ભગવંત ભગવાનને કહે છે કે મારામાંથી કદાગ્રહ ચાલ્યો જાય. કદાગ્રહના કારણે જે માર્ગ હોય તે માર્ગ બરાબર સમજી નથી શકાતો. સભાઃ “શ્રાવકમાં કદાગ્રહનો ત્યાગ હોય?” ગુરુજી: “શાસ્ત્રમાં ભાવાવકનાં લક્ષણો આપ્યાં છે તેમાં લખ્યું છે કે “વ્યસ્થાનિસી” સર્વવિષયમાં કદાગ્રહરહિત.” પ્રાર્થનાઃ 2 પડાવ : 6