Book Title: Prarthana Part 01 Author(s): Niswarth Publisher: Parmarth Pariwar View full book textPage 8
________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | I અનંતલબ્લિનિધાન-ગૌતમસ્વામિને નમઃll પડાવ : 6 જળ ભરી સંપુટ પત્રમાં,યુગલીક નર પૂંજત ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંતઃ દયાનંદ સરસ્વતી આપણે ભવનો અંત લાવવા માટે ભેગા થયા છીએ. એકવાર સ્વામી દયાનંદ સરસ્વતી મંદિરમાં ગયા હતા ત્યાં એમણે શિવલિંગ પર ઉંદર ફરતો જોયો અને એમને વિચાર આવ્યો કે જે પોતાનું રક્ષણ નથી કરી શકતો એ મારું શું રક્ષણ કરશે? જયાં જયાં ભગવાનની મૂર્તિ છે ત્યાં ત્યાં ભગવાને રક્ષા કરવા આવવું પડે એવી દયાનંદ સરસ્વતીની માન્યતા છે કેમ કે તેમને ભગવાનના સ્વરૂપનો બોધ જ નથી. જ્યાં જ્યાં પોતાની મૂર્તિ છે ત્યાં એ મૂર્તિની રક્ષા કરવા ભગવાને આવવું પડે તો એ ભગવાન ન કહેવાય, ચોકીદાર કહેવાય. ભગવાનનું મંદિર બને કે તૂટે એનાથી ભગવાનને કોઈ મતલબ ન હોય. જો ભગવાન મંદિર બને કે તૂટે એનું ધ્યાન રાખે છે તો એનો મતલબ ભગવાનમાં રાગ છે અને જેનામાં રાગ હોય એ ભગવાન ન કહેવાય. ઘણા પૂછે છે કે ધરતીકંપમાં દેરાસર કેમ પડ્યું? દેરાસરની રક્ષા ભગવાને કેમ ન કરી? દેરાસરની રક્ષા કરવાનું કામ શાસનરાગી દેવ-દેવી આદિ કરે. ભગવાન થોડા કરે? દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપની સમજણ ઇન્દ્રભૂતિ ગૌતમ યજ્ઞ કરાવતા હતા, ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મના બોધમાં ગોટાળો હતો. પણ સમવસરણમાં ભગવાન પાસે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજ્યા. જેવું દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાયું કે તરત અગિયારેય પ્રાર્થના : 2 પડાવ : 6Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 112