Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ થઈ ગયા હોવા છતાં યે મોટા પ્રમાણમાં એવા ગ્રંથો છે કે જેનાં ટિબેટન ભાષામાં લગભગ આઠસો વર્ષ પૂર્વે ભાષાંતરો થઈ ગયેલાં છે. જો કે સંસ્કૃત ભાષામાં એ ગ્રંથો મોટા ભાગે નષ્ટ થઈ ગયા છે, છતાં એનાં જે ટિબેટન ભાષાંતરો સચવાઈ રહેલાં છે તે પણ ખાસ ઉપયોગી થાય તેવાં છે. ટિબેટન ગ્રંથો સ્વતંત્ર રીતે સમજવા એ અત્યંત મુશ્કેલ કાર્ય છે. એટલે દુનિયાના વિદ્વાનો ટિબેટન ગ્રંથોના મૂળ ભાગો સંસ્કૃતમાં અંશરૂપે પણ કોઈ સ્થળે મળી આવે તો તે શોધવા માટે ઘણો પરિશ્રમ કરે છે. વિશ્વના મોટા મોટા દેશોમાં રિબેટન ભાષાંતરોના સંગ્રહો છે અને અનેક વિદ્વાનો આ ગ્રંથોનું અપાર પરિશ્રમ ઉઠાવીને પણ અધ્યયન કરી રહ્યા છે. જૈન દાર્શનિક ગ્રંથોમાં વિપુલ પ્રમાણમાં ઉદ્દત કરેલા બૌદ્ધ દાર્શનિક ગ્રંથોના પાઠો વિશ્વના અનેક વિદ્વાનોને આ દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે. જે તેમના ખ્યાલમાં આ વાત આવે તો વિશ્વના વિદ્વાનો જૈન દાર્શનિક સાહિત્ય તરફ આ નિમિત્તે પણ ઘણા આકર્ષાય તેવું છે. આ વિષે અમે જૈન આત્માનંદ સભા ભાવનગરથી પ્રકાશિત થનાર નયચક ગ્રંથની પ્રસ્તાવના તથા પરિશિષ્ટ આદિમાં વિસ્તારથી જણાવ્યું છે.
ટિબેટન ભાષાંતરોના અનેક સંસ્કરણ આદિ વિષે વૈશેષિક સૂત્ર કે જે ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં નં ૧૩ ૬ રૂપે પ્રકાશિત થયું છે તેના સાતમા પરિશિષ્ટમાં (પૃ. ૧૫૩-૧૬૬) અમે વિસ્તારથી જણાવ્યું છે. હવે મૂળ વાત ઉપર આવીએ.
ધર્મસંગ્રહણીની વૃત્તિમાં (પૃ. ૧૨) સદુfમુ-“વ વન વિસ્તરવારિતમ્ / વસ્તë નારે નર વિનયી” તિા આટલો પાઠ ઉદ્દત કરેલો છે. સંપાદકે અન્ય ગ્રંથને આધારે ટિપ્પણીમાં સંપૂર્ણ કારિકા નીચે મુજબ આપેલી છે
बुद्धया कल्पिकया विविक्तमपरैर्यद्रूपमुल्लिख्यते बुद्धिों न बहिर्यदेव च वदन् निस्तत्त्वमारोपितम् । यस्तत्त्वं जगते जगाद विजयी निःशेषदोषद्विषो
वक्तारं तमिह प्रणम्य शिरसाऽपोहः स विस्तार्यते ॥ બૌદ્ધોને ત્યાં અપહવાદનું નિરૂપણ કરતા અનેક ગ્રંથો છે. સંસ્કૃતમાં જે કંઈ બૌદ્ધ સાહિત્ય મળે છે તેમાં તો આ કારિકા દેખાતી જ નથી, એટલે મારા પાસે જ્યારે બૌદ્ધ ગ્રંથોનાં—ખાસ કરીને દાર્શનિક બૌદ્ધ ગ્રંથોના-ટિબેટન ભાષાંતરો આવ્યાં ત્યારે તપાસ કરતાં જણાયું કે ધમોંત્તરે રચેલા અન્યાપીહ પ્રકરણની આ પ્રથમ કારિકા છે. જાપાનની Tibetan Tripitaka Research Institute (Tokyo, Japan) તરફથી રિબેટન ભાષાંતરોના જે ૧૫૦ ભાગો (Volumes) હમણાં બહાર પડેલા છે તેમાં ૧૩૮માં ભાગમાં પૃ. ૭૩થી ૭૮માં આ ગ્રંથનું ટબેટન ભાષાંતર છપાયેલું છે Peking edition તરીકે જે સંસ્કરણ પ્રસિદ્ધ છે તેના ફોટાઓ ઉપરથી બ્લોક બનાવીને આ ગ્રંથો, છાપવામાં આવેલા છે. કેટલોગના ક્રમ નંબર પ્રમાણે ૫૭૪૮ નંબરનો આ ગ્રંથ છે. ૨૫૨ B થી ૨૬૪ A ટિબેટન પાનામાં આ ગ્રંથ છે. ટિબેટન ભાષાંતરમાં આ સંપૂર્ણ કારિકા નીચે મુજબ છે :
4ઠસ એન્ડ ડિડ વનિલય ધ્યેય5 વવવવ བློ་མིག་སྤྱི མེ༢ ༨ཉིད མ ཡིa སྐྱེབཏགས་གང་ཉིད་ བརྗོད་ ༥ | ། འགྲོ ལ རེ ཉིན གསུངས་ པ རྣམ་རྒྱལ་ མང༢་ བ མ ལུས་སྐྱོན་བྲལབ| གསུང མཛད་ གང་ ཡིན་ དེ་ལ་མནྟོས་ཕྱག་འཚལ་ཞེས་སེལ་བ་ རེ འདེར་བཤ༨|
૧ દેવનાગરી લિપિમાં ટિબેટન અક્ષરો પૈકી કેટલાક અક્ષર ન હોવાને લીધે દેવનાગરીમાં આનું યથાવત લિવ્યંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org