Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ ધર્મસંગ્રહણવૃત્તિમાં આવતા એક અવતરણનું ટિબેટન ગ્રંથને આધારે મૂળસ્થાન
ચાકિનીમહત્તરાસૂનુ આચાર્યપ્રવર શ્રી હરિભસૂરીશ્વરજી મહારાજે ધર્મસંગ્રહણુ નામનો પ્રાકૃત
* ભાષામાં પદ્યમય ગ્રંથ રચેલો છે. તેના ઉપર આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજે વિસ્તારથી વૃત્તિ રચેલી છે. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ (સૂરત) તરફથી ૩૯મા તથા ૪૨મા ગ્રંથાંક રૂપે વિક્રમ સંવત ૧૯૭૩ તથા ૧૯૭૪માં બે વિભાગમાં આ ગ્રંથ પ્રકાશિત થયો છે.
આ મહાન ગ્રંથ મુખ્યતયા દાર્શનિક નિરૂપણથી ભરપૂર છે અને તેની ટીકામાં મલયગિરિ મહારાજે દાર્શનિક ગ્રંથોમાંથી વિપુલ પ્રમાણમાં અવતરણે આપેલાં છે. આ અવતરણનું મૂળ સ્થાન શોધવું એ અનેક દૃષ્ટિએ ઉપયોગી અને રસપ્રદ છે.
(૧) ઘણી વખત ઉદ્ધત કરેલાં વાક્યો એટલાં ટંકાં હોય છે કે એનો યથાવત અર્થ સમજવાનું કાર્ય કઠિન થઈ પડે છે. મૂળ સ્થાનનો જે પત્તો લાગે તો તે ગ્રંથના પૂર્વાપર સંદર્ભોનું નિરીક્ષણ કરવાથી વાસ્તવિક અર્થ સહેલાઈથી સ્પષ્ટ સમજાય છે.
(૨) કેટલીક વખત ઉદ્ધત કરેલો પાઠ કાળક્રમે અશુદ્ધ થઈ ગયો હોય છે. મૂળ સ્થાનનો પત્તો લગાવામાં તેના આધારે પાઠ બરાબર શુદ્ધ કરી શકાય છે.
(૩) કેટલીક વખત ઉદ્ધત કરેલા સંક્ષિપ્ત વાક્યનો વિસ્તૃત અર્થ સમજાતો નથી. મૂળ સ્થાન જે લખ્યાથી આવે તો તે મૂળ ગ્રંથની ટીકા વગેરે હોય તો તેને આધારે અર્થ બરાબર સમજી શકાય છે.
(૪) અવતરણના મૂળ સ્થાનનો પત્તો લાગવાથી આખીયે ચર્ચા ક્યા ગ્રંથને આધારે કરવામાં આવી છે એ જડી આવે છે અને પછી તેને આધારે જે વિષયની ચર્ચા ચાલતી હોય તે વિષય અત્યંત વિશદ રીતે સમજાય છે અને ગ્રંથકારે જે ગ્રંથને સામે રાખીને પોતાનો ગ્રંથ તૈયાર કર્યો હોય તે ગ્રંથ સામે રાખીને આપણે જ્યારે વાંચીએ ત્યારે વાચનની સ્પષ્ટતા અને આનંદ કોઈ જુદાં જ હોય છે.
(૫) કેટલાંક અવતરણોનું વર્તમાન યુગની દષ્ટિએ વિશિષ્ટ મહત્વ છે. જેન દાર્શનિક ગ્રંથોમાં બૌદ્ધ દર્શનના પ્રાચીન ગ્રંથોમાંથી કેટલાયે પાઠો ઉદ્ધત કરેલા છે. બૌદ્ધ દર્શનના ગ્રંથો ઘણાખરા નષ્ટપ્રાય થઈ ગયા હોવાથી એ પાઠો ક્યાંથી લીધા છે એ જાણવું મુશ્કેલ બની જાય છે. કેટલાક બૌદ્ધ દાર્શનિક ગ્રંથો નષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org