________________
( ૧૦ ) એ પંન્યાસ શ્રી ગભરાવજયજીગણકૃત સંસ્કૃત વિવરણને આધારે લખેલ વિવેચન ઘણું વર્ષ પહેલાં છપાયેલ વિદ્યમાન છે. ઉપરાંત પંડિત ભગવાનદાસ હરખચંદ ઉપાધ્યાયજીના સ્વપજ્ઞ ગુજરાતી અનુવાદ સાથે હાલમાં પ્રસિદ્ધ કરેલ જ્ઞાનસાર ગ્રંથ જેનસમાજ પાસે રજૂ થએલ છે. ભાઈશ્રી દીપચંદને પણ ભાવાર્થ મળ્યો ન હતો, એટલે તેને આધાર લીધે ન હતો. પં. ગંભીરવિજયજીને પણ પણ ભાવાર્થ મળ્યો જણાતો નથી, કારણ કેઈ કઈ ઠેકાણે તેઓશ્રીએ કરેલ અર્થ સ્વપજ્ઞ ભાવાર્થથી જુદો પડે છે. પહેલાં અષ્ટકના પહેલા લેકના “શ્રીમુવમન”ના વિવેચનમાં એને અર્થ જીવની એશ્વરી સંપત્તિ કરી, તે પ્રમાણે આખા બ્લેકનો અર્થ બંધબેસતે કરવામાં આવ્યા છે; જ્યારે સ્વપજ્ઞ ભાવાર્થમાં જેન્દ્રપ્રીને અર્થ ઈન્દ્રની લક્ષ્મી કરી
કને અર્થ કરવામાં આવ્યું છે. કના બીજા અર્થ થઈ શક્તા હોય તો પણ સ્વપજ્ઞ ભાવાર્થ આધારભૂત ગણો જોઈએ. પંડિત ભગવાનદાસના ગ્રંથમાં તે સ્વપજ્ઞ ભાવાર્થ જ લખવામાં આવ્યો છે, બીજું વિવેચન નથી.
ગ્રંથનું નામ જ્ઞાનસાર એટલે અધ્યાત્મજ્ઞાનને નિચેડ (Quint essence of spiritual knowledge) થાય છે. આ જ્ઞાનનું અમૃતપાન કરવાથી દેહભાવના મંદ થાય છે અને આત્મદશા જાગ્રત થતાં પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ દેખાય છે. ઉપાધ્યાયજી પોતે ઉપસંહારના છઠ્ઠા શ્લોકમાં લખે છે કે
निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषाम् । विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनाम् ॥
આ ગ્રંથનું વિસ્તારથી વિવેચન કરવાને અહીં અવકાશ નથી. આ લેખસંગ્રહની મર્યાદા બહાર જઈ તેમાં લંબાણ કરવું યોગ્ય નથી, એટલે મૂળ ગ્રંથ ઉપર ફક્ત દષ્ટિપાત કરવાને જ રહે છે. જ્ઞાનસારમાં જુદા જુદા વિષયો ઉપર બત્રીશ અષ્ટકે છે. દરેક અષ્ટકમાં આઠ આઠ