________________
. ( ૨૦ ) કિંમત માટે અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે પડતર કિંમત કરતાં અર્ધા ભાવે જ વેચવાના સમિતિના નિર્ણય પ્રમાણે આ ભાગની કિંમત રાખવામાં આવી છે. લડાઈના સંજોગોને લીધે કાગળના, બાઈડીંગને અને બીજી દરેક ચીજના ભાવ વધી જવાથી આટલી કિંમત રાખવાને સંકેચ થવા છતાં નિરુપાયે રાખવી પડી છે.
પાંચમે ભાગ છપાયે ત્યારે બહુ જ થોડી રકમ સીલીકમાં હતી અને છઠ્ઠો ભાગ બહાર પાડવાની જોગવાઈ નહતી પરંતુ પહેલાના ભાગે વેચવા માટે ઘણી મહેનત કરી અને તેને પરિણામે જે પિસા ઉત્પન્ન થયા તેથી જ આ છઠ્ઠો ભાગ બહાર પાડી શકાય છે. આ ભાગના વેચાણના પૈસા આવશે ત્યારે જ ખર્ચેલા પૈસા પૂરેપૂરા મળી રહેશે.
સમિતિનું આ છેલ્લું નિવેદન હોવાથી મહોદય પ્રેસ તરફથી જે સગવડ આપવામાં આવી તે માટે તેના માલીક ભાઈ ગુલાબચંદ લલ્લુભાઈને, દરેક લેખ સંગ્રહના પ્રફ વાંચવા માટે અને સૂચના કરવા માટે મુરબ્બી શ્રી કુંવરજી આણંદજીને, સમિતિના સર્વે સભાસદો અને સહાયકોનો તેમ જ પૂ. પં. શ્રી પ્રીતિવિજયજી ગણિવર્યને આભાર માનું છું.
ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાચક બંધુને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવાને આવો ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે.
વિ. સં. ૧૯૯૮ દ્વિતીય છ શુકલા પંચમી |
ભાવનગર,
દ્વારા ભગવાનદાસ શાહ
માનદ મંત્રી