________________
[ ૪ ]
શ્રી કપૂરવિજયજી
જેમ ઇન્દ્રની લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલેા આત્મા સંપૂર્ણ જગતને લીલા–સુખમાં લાગેલું જુએ છે, તેમ સદ્-સત્તા, ષિત-જ્ઞાન અને જ્ઞાનન્ત-સુખ એ ત્રણે અશવડે પરિપૂર્ણ જ્ઞાની જગતને દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે અંશે પૂર્ણ જુએ છે. તાત્પર્ય એ છે કે જેમ સુખી સર્વને સુખી જાણે છે તેમ પૂછું બધાને પૂર્ણ જાણે છે. નિશ્ચય નયની દૃષ્ટિએ બ્રાન્તિ નથી. नैवास्ति राजराजस्य, यत्सुखं नैव देवराजस्य | तत्सुखमिव साधो - र्लोकव्यापाररहितस्य ॥ "
**
ચક્રવર્તીને જે સુખ નથી, અને જે સુખ ઇન્દ્રને પણ નથી. તે સુખ અહીં લૈાકિક પ્રવૃત્તિ રહિત સાધુને હાય છે.
ઔપાધિક અને સ્વાભાવિક પૂર્ણતાનું સ્વરૂપ— पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । यातु स्वाभाविकी सैव, जात्यरत्नविभानिभा ॥ २ ॥ rg
જડ-ઉપાધિજનિત પૂર્ણતા પારકા માગી આણેલાં ઘરેણા સમી ક્ષણિક છે અને આત્માની સ્વાભાવિક પૂર્ણતા તા જાતિવંત રત્નની કાંતિ સરખી શાશ્વતી છે. ર.
જે પર વસ્તુ–આત્મદ્રવ્યથી ભિન્ન ધન, ધાન્ય, પરિગ્રહાદ્વિરૂપ ઉપાધિ-નિમિત્તથી પૂર્ણતા છે ( અર્થાત્ પરની ઉપાધિથી માની લીધેલી પૂર્ણતા છે), તે વિવાહાદ્વિ અવસરે ખીજા પાસેથી માગી લાવેલા ઘરેણાંના જેવી છે, પરન્તુ જે સ્વાભાવિકી–જ્ઞાન, દર્શીન અને ચારિત્રની સ્વભાવસિદ્ધ પૂર્ણતા છે તે ઉત્તમ રત્નની કાન્તિ સમાન છે. ( ઉપાધિની પૂર્ણતા જાય, પણ સ્વભાવની પૂર્ણતા કદાપિ ન જાય એ ભાવાર્થ છે. )