________________
લેખ સંગ્રહ : ૬ :
[ પ ] अवास्तवी विकल्पैः स्यात, पूर्णताऽब्धेरिवोर्मिभिः । पूर्णानन्दस्तु भगवांस्तिमितोदधिसन्निभः ॥३॥ વિકલ્પ વડે કલ્પી લીધેલી પૂર્ણતા તોફાની સમુદ્રના તરંગોથી થતી ભરતી જેવી ક્ષણિક–ખાટી છે અને સહજ આનંદથી થયેલી આત્માની પૂર્ણતા તો શાંત મહાસાગર જેવી નિશ્ચળઅડેલ હોય છે. ૩.
તરંગવડે સમુદ્રની પૂર્ણતા જેવી વિકપિવડે અવાસ્તવિક પૂર્ણતા હોય છે, પરંતુ પૂર્ણાનસ્વરૂપ ભગવાન સ્થિરનિશ્ચલ સમુદ્રના જેવા છે.
જેમ તરંગવડે સમુદ્રની કદ્વિપત પૂર્ણતા હોય છે તેમ હું ધનવાન છું, હું રૂપવાન છું, હું પુત્ર અને સ્ત્રીવાળો છું” ઈત્યાદિ સંક૯પ-વિકલવડે અવસ્તુથી ઉત્પન્ન થયેલી જૂઠી–સાચી નહિ એવી કલ્પિત પૂર્ણતા હોય છે, પરંતુ પૂર્ણનન્દ-આનન્દથી પરિપૂર્ણ ભગવાન-શુદ્ધ સ્વભાવવાળો આત્મા સ્થિર સમુદ્રના જે (પ્રશાન્ત) હોય છે. આત્મારૂપ સમુદ્રની જ્ઞાનાદિ વડે સદા ય પૂર્ણતા છે એમ વિચારવું. બાહ્યદષ્ટિ વિકલ્પરૂપ કલેવડે પૂર્ણતા માને છે એ ભાવાર્થ છે.
जागर्ति ज्ञानदृष्टिश्चेत् , तृष्णाकृष्णाहिजाङ्गुली । पूर्णानन्दस्य तत् किं स्याद् , दैन्यवृश्चिकवेदना ॥ ४ ॥ તૃષ્ણારૂપ કાળા નાગને દમવા જાંગુલી મંત્ર સમી જ્ઞાનદષ્ટિ જે જાગૃત થાય તો પૂર્ણાનંદમય આત્માને દીનતારૂપી વીંછીની વેદના કેમ વ્યાપી શકે? અર્થાત તેને દીનતા ન જ હોઈ શકે. ૪.