________________
લેખ સંગ્રહ : ૬ :
[૭] अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । પૂનમાવોથું, કસુતાય | II
જડ વસ્તુથી ન્યારે (વિરત) રહે તે ખરી પૂર્ણતા પામે અને જડ વસ્તુથી પૂરાતો રહે તે આત્મગુણની હાનિ પામે, એ આ પૂર્ણાનંદને સ્વભાવ જગતને આશ્ચર્ય ઉપજાવનારે છે. ૬.
ત્યાગના ભાવથી ધન, ધાન્યાદિ પુદગલવડે અપૂર્ણ એવો આત્મા (આત્મિક ગુણવડે) પૂર્ણતાને પામે છે અને ધન, ધાન્યાદિ પુદગલવડે પૂર્ણ થતો આત્મા (જ્ઞાનાદિ ગુણની) હાનિ પામે છે. પુદગલના નહિ ગ્રહણ કરવાથી જ્ઞાનાદિની પૂર્ણતા અને પુદ્ગલના ઉપચયથી જ્ઞાનાદિ ગુણની હાનિ એ પ્રસિદ્ધ જ છે. આ પૂર્ણાનન્દરૂપ શુદ્ધ આત્માનો સ્વભાવ જગતને આશ્ચર્ય કરનાર છે. લોકિક ભંડાર પ્રમુખ ન પૂર્યા હોય તો એ પૂરા નથી, અને પૂર્યા હોય તો હાનિ પામતો નથી, પણ આત્માને સ્વભાવ તેથી વિપરીત છે માટે આશ્ચર્યકારક છે.
परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः। स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ॥ ७ ॥
પરવતુમાં પિતાપણું માની ઉન્મત્ત બની બેઠેલા રાજાઓ (પણ) ન્યૂનતાને જ જેનારા છે જ્યારે તત્ત્વજ્ઞાનાદિક પિતાની વસ્તુમાં જ પોતાપણાના સુખથી પૂર્ણ થયેલાને તો ઇવૈભવથી પણ કંઈ કમીના નથી. ૭.
પરદ્રવ્યમાં આત્મપણાની બુદ્ધિથી જેઓએ વ્યાકુલતા કરી છે એવા રાજાઓ પણ બીજાની અપેક્ષાએ પિતાની ન્યૂનતા