________________
[ ૮ ]
શ્રી કર્ખરવિજયજી (અપૂર્ણતા) જેવાના સ્વભાવવાળા હોય છે અર્થાત અન્યની અપેક્ષાએ પિતાનામાં અપૂર્ણતા જુએ છે, પરંતુ આત્મદ્રવ્યમાં આત્મપણાના સુખ-નિરપેક્ષ અનવછિન્ન આનન્દવડે પૂર્ણ થયેલા જ્ઞાનીને ઈન્દ્ર કરતાં પણ ન્યૂનતા નથી. સ્વભાવસુખ સર્વને સરખું છે, ત્યાં કેઇનાથી અધિકતા કે ન્યૂનતા નથી.
कृष्णे पक्षे परिक्षीणे, शुक्ले च समुदश्चति । द्योतन्ते सकलाध्यक्षाः, पूर्णानन्दविधोः कलाः ॥ ८॥ ક્રિયા-અરુચિરૂપ કૃષ્ણપક્ષને અંત થયે અને સક્રિયારુચિરૂપ શુકલપક્ષને ઉદય થયે છતે પૂર્ણાનંદરૂપી ચંદ્રની કળા સહુ ભવ્ય ચકોરને પ્રતીત થાય તેમ પ્રકટ થાય છે. ૮.
કૃષ્ણપક્ષનો ક્ષય થતાં અને શુકલ પક્ષની વૃદ્ધિ થતાં સર્વને પ્રત્યક્ષ એવી પૂર્ણાનન્દરૂપ ચન્દ્રમાની કળા શેભે છે.
ચન્દ્રપક્ષે કૃષ્ણપક્ષ–અંધારિયાનું પખવાડિયું, શુકલપક્ષઅંજવાળિયાનું પખવાડિયું, અને કળા-સોળ ભાગ. પૂર્ણાનન્દપક્ષે કૃષ્ણપક્ષ–અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસારપરિભ્રમણશક્તિ, શુકલપક્ષ–અર્ધપગલપરાવર્તની અંદરનો સંસાર, અને કળા-ચૈતન્યપર્યાયરૂપ જાણવી.
"जेसिमवड्डो पुग्गलपरिअट्टो सेसओ अ संसारो।
ते सुक्कपक्खिआ खलु अवरे पुण कण्हपक्खिआ ॥" જેઓને કંઈક ન્યૂન અર્ધપગલપરાવર્ત સંસાર બાકી છે તે શુકલપાક્ષિક અને બીજા (તેથી અધિક સંસારવાળા) કૃષ્ણપાક્ષિક જાણવા.