________________
( ૧૩ ).
અષ્ટક ઉપર જે શબ્દાર્થ કરવિજયજી મહારાજે કરેલ છે તે સંબંધમાં વિશેષ જણાવવા જેવું નથી. તેઓશ્રીએ વિસ્તારથી જે વિવેચન લખેલ છે તે સંબંધમાં એટલું જ કહેવું બસ છે કે વિવેચન જુદા જુદા અધ્યાત્મના વિષય ઉપર નિબંધ લખાએલ છે. દા. ત. જ્ઞાનના સંબંધમાં શાસ્ત્રમાં અને ભાષામાં જે લખાએલ અને વિચારાએલ છે તે જેવું હોય તો તેઓના જ્ઞાનાષ્ટકના વિવેચનમાં મળી આવે છે. આ વિવેચન પુસ્તકાકારે છપાવવાના ઉદ્દેશથી લખાયેલું ન હતું, પણ “ શ્રી જૈનધર્મ પ્રકાશ”ના માસિકમાં આપવા માટે જુદે જુદે વખતે લખાયું હતું એટલે તેમાં પુનરુક્તિ અને વિસ્તાર થયો જણાય છે. પણ કપૂરવિજયજી જેવા રોગી પુરુષે જ્ઞાનસાર જેવા યોગના ગ્રંથ ઉપર જે વિચારે બતાવ્યા છે તે જનસમાજ પાસે એક પુસ્તકાકારે મૂકવામાં સ્મારક સમિતિએ મહાન ઉપકાર કર્યો છે એવું મારું માનવું છે. શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિએ ખંતથી અને ઉત્સાહથી મહારાજશ્રીના મળતા બધા લેખોનો સંગ્રહ કરી છપાવવાની જે મહેનત કરી છે તે માટે સમિતિ ધન્યવાદને પાત્ર છે. પંન્યાસજી પ્રીતિવિજયજીના સદ્દગુણાનુરાગી કપૂરવિજયજી મહારાજશ્રી ઉપરના અનન્ય ભાવથી અને મુંબઈ જેવા શહેરના ગૃહસ્થની ઉદાર મદદથી આ કામ પરિપૂર્ણ થઈ શક્યું છે. સમિતિના સેક્રેટરી ભાઈશ્રી નરેન્દ્રમદાસ ભગવાનદાસે આ કામ પૂર્ણ કરવામાં ઘણી ખંત બતાવેલ છે.
જીવરાજ ઓધવજી દેશી બી. એ., એલએલ. બી.
- રીટાયર્ડ ચીફ જજ-ભાવનગર,