________________
( ૧૧ ). બ્લેક છે, દરેક અષ્ટકમાં આત્માના અમુક અમુક ગુણનું (spiritual values ) સુંદર સરલ પણ સચેટ સંસ્કૃત ભાષામાં વર્ણન કરવામાં આવેલ છે. આ ગ્રંથ ફક્ત વાંચી જવાના ઉદ્દેશથી લખાયેલ નથી પણ વારંવાર મનન કરવા જેવો છે. શ્રીમદ્દ ભગવદગીતાના અધ્યયન સનાતની ભાઈઓ જેમ સ્વાધ્યાય કરે છે તેમ આ અષ્ટકને પણ સ્વાધ્યાય કરવો જોઈએ. જેમ જેમ વધારે મનન કરવામાં આવશે તેમ તેમ નવા નવા આધ્યાત્મિક ભાવો ફુરશે, અને જીવને આધ્યાત્મિક શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થશે.
અષ્ટકોના લખાણની શૈલી એવી જણાય છે કે કોઈપણ જેન કે જેનેતર પિતાના ધર્મના મંતવ્ય તેમાં પ્રતિપાદન કરેલ છે એવી ભાવનાથી આ ગ્રંથ વાંચી-વિચારી શકે છે. આત્માથી મારા કેટલાક મિત્રોએ પણ આ ગ્રંથને વિષે તેવો અભિપ્રાય આપે છે. જેનદર્શનના પારિભાષિક શબ્દો બહુ જ ઓછા વાપરેલ છે, તેને બદલે વેદાંત અને ભગવદ્દગીતામાં વપરાતા શબ્દો જેવા કે “રવિવાર, પૂનઃ, चिन्मात्रविश्रांति, परब्रह्म, धर्मसंन्यास, योगसंन्यास, निर्विઉપચાર, નિર્ગુણ બ્રહ્મ, અરયા , વિગેરે શબ્દોને છૂટથી ઉપયોગ કર્યો છે છતાં જેના દર્શનના મૂળભૂત સિદ્ધાંતને બાધ ન આવે તેવી પૂરતી સંભાળ રાખવામાં આવી છે. એક જ ચૈતન્યને પરમ તત્વ માનનાર અને બીજા જીવાદિક ભેદ પર પાધિજન્ય માનનાર વેદાંત આદિ દર્શનથી જેના દર્શનની માન્યતા જુદી છે. મેદશામાં જીવાત્મા નિર્ગુણ બની બ્રહ્મમાં મળી જાય છે તે જૈન દર્શનની માન્યતા વિરુદ્ધ છે, તેવું બતાવવા ત્યાગાષ્ટકના સાતમા લેકમાં
इत्येव निर्गुणं ब्रह्म परोक्तमुपपद्यते । આ પ્રમાણે બતાવ્યા પછી આઠમા લેકમાં બતાવવામાં આવે છે કે –
वस्तुतस्तु गुणैः पूर्णमनंतैर्भासते स्वतः । ...