________________
( ૧૨ )
એટલે મેક્ષ દશામાં પણ આ જીવાત્મા પેાતાના જ્ઞાનાદિક સ્વાભાવિક ગુણાને છેડતા નથી પણ પેાતાના સ્વાભાવિક ગુણાથી પૂર્ણ પણે પ્રકાશે છે.
ઉપાધ્યાયજી એક સમથૅ તત્ત્વજ્ઞાની હતા. તેમને જુદા જુદા દર્શોનાના તલસ્પર્શી અભ્યાસ હતા, ન્યાયની પદ્ધતિએ લખેલ તેમના તત્ત્વજ્ઞાનના પુસ્તકા વાંચતા તેએાશ્રીની અગાધ બુદ્ધિમત્તાનું ભાન થાય છે, સ્વભાવથી અને અભ્યાસથી તેએ એક સમર્થ યુદ્ધિપ્રધાનવાદી ( Intellectualist ) જોવામાં આવે છે. મુદ્ધિ અને તર્કથી સમર્થન થઈ શકે એવા આગમના વાકયેા પણ અમુક નયાપેક્ષિત છે એવુ તેઓ હિંમતથી કહેતા. આવા બુદ્ધિપ્રધાનવાદીએ જ્ઞાનસાર જેવે ગ્રંથ યાગી( mystic )ના દૃષ્ટિબિન્દુથી લખ્યા એટલું જ નહિ પણ મુદ્ધિને ગૌણ પદ આપી આધ્યાત્મિક જ્ઞાન( Intuitional knowledge )ને પ્રધાનપદ આપ્યું તે ઉપાધ્યાયજીના જ્ઞાનની સદેશીયતા બતાવે છે. વ્યાકરણ, તર્ક, ન્યાય વિગેરેમાં પારંગત થયા છતાં અને અનેક વાદીઓને વાદમાં જીત્યા છતાં, જ્યાં સુધી આત્મા અંતર્મુખ ન થાય અને પરમાત્મપદને ન ભાવે ત્યાં સુધી જીવનની પરાકાષ્ટાએ ન પહોંચી શકાય એવી પેાતાના જીવનમાંથી જ ઉપાધ્યાયજીને પ્રતીતિ ચએલ જણાય છે. તેઓ જ્ઞાનાષ્ટકના ચેાથા શ્લાકમાં બતાવે છે કે—
वादांश्च प्रतिवादांश्च वदतोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद्गतौ ॥
એટલે બુદ્ધિવાદથી વાદ પ્રતિવાદ થઇ શકે છે. પણ તેથી તત્ત્વજ્ઞાનને અત ( સાર ) મળતા નથી.
જ્ઞાનસાર ગ્રંથ ઉપાધ્યાયજી મહારાજના અંતિમ આત્મશેાધખાળનું પરિણામ જણાય છે. એક બુદ્ધિવાદી પણ આધ્યાત્મિક અને યાગી થઈ શકે છે તે આ ગ્રન્થથી પૂરવાર થાય છે. તદૃષ્ટિથી વિચાર કરતાં ગ્રંથ અને ગ્રંથકારને અંગે ઘણું કહી શકાય તેમ છે. અહીં તેવા સમય નથી, સમય મળશે તેા વિશેષ લખવાની ભાવના રાખવી જ બસ છે.