________________
( ૮ ) છે. મોટા મોટો ધમેને ઇતિહાસ, તે ધર્મોની ચડતી પડતી અને તેનાં કારણો વિસ્તારથી બતાવનાર અંગ્રેજી ભાષામાં અનેક પુસ્તકો છે, એટલે તેવા પુસ્તકનો અભ્યાસ જૈનદર્શનના તુલનાત્મક અભ્યાસ માટે આવશ્યક છે. આ જમાનામાં વિજ્ઞાને ઘણો વિકાસ કર્યો છે. વિજ્ઞાનની શોધખોળના પરિણામે ધર્મનાં કેટલાંક મંતવ્યો પુનરુત્થાન માગે છે, કેટલાક મંતવ્યને વિજ્ઞાન પુષ્ટિ આપે છે. આ વિજ્ઞાનવાદના જમાનામાં ખ્રિસ્તી ધર્મ જેવા મહાધર્મના પાયા પણ હચમચી ગયા છે. વિજ્ઞાનની શોધખોળે અટકાવી શકાય તેમ નથી. તેના અભ્યાસ કરતાં વિદ્યાથીઓને અભ્યાસ કરવાની ના કહી શકાય તેમ નથી. તેવી કેળવણીને પ્રવાહ બંધ કરવો અશક્ય છે. જેમાં પણ કેળવણીને પ્રચાર મોટા પ્રમાણમાં ચાલે છે. સેંકડો યુવાને માધ્યમિક અને ઉચ્ચ કેળવણી લે છે, એવા કેળવાયેલા વર્ગને જૈનધર્મના સિદ્ધાંત નવીન દષ્ટિએ સમજાવવાને ધર્મ અને વિજ્ઞાનનો અભ્યાસ આવશ્યક છે. જૈન ધર્મ તત્ત્વજ્ઞાન ઉપર રચાએલો એક philosophic religion (ધર્મ) છે. કપૂરવિજયજી મહારાજ જેવા અંગ્રેજી ભાષા જાણનાર સાધુનો આ તરફ પુરુષાર્થ કરવાનો સમાજના કલ્યાણર્થ ધર્મ હતો. જેટલું લક્ષ તેઓશ્રીએ પોતાના દેહ અને ઈન્દ્રિાના દમન ઉપર રાખ્યું હતું તેટલું લક્ષ ધર્મ અને તત્વજ્ઞાનના ઊંડા તુલનાત્મક અભ્યાસ માટે આપ્યું હોત તો કેળવાયેલ વર્ગને જેન તત્ત્વજ્ઞાનનું રહસ્ય નવીન શૈલીમાં સમજાવવામાં તેઓ ચોક્કસ ફળીભૂત થાત. હાલમાં કેળવાયેલ વર્ગની ધર્મ ઉપર ઉપેક્ષા જોવામાં આવે છે, શ્રદ્ધાને મુખ્ય કરીને ધર્મને ઉપદેશ આપનાર ઉપદેશકે કેળવાયેલ વર્ગનું આકર્ષણ કરી શકતા નથી; પરિણામે કેળવાયેલ વર્ગ અને શ્રદ્ધાળ વર્ગ વચ્ચે અંતર વધતું જાય છે. કપૂરવિજયજી મહારાજ જેવાએ આ બાજુ પિતાનું વીર્ય ફેરવવા પ્રયત્ન કર્યો હોત તે જેનસમાજ ઉપર મેટો ઉપકાર થાત. લાંબો વખત એકાંતવાસ ભોગવવાથી અને કેળવાયેલ વર્ગને સહવાસ ઓછો થવાથી અંગ્રેજી ભાષાનો અભ્યાસ તેઓ વધારી શક્યા નહોતા. આ તેમના જીવનની એક ત્રુટી જણાય છે.