________________
( ૭ ) તેઓશ્રીનુ પંચત્વ પણ એક ખરા યોગીપુરુષના જીવનને અનુરૂપ થયું હતું. પ્રાતઃકાળે પોતે પ્રતિક્રમણ કર્યું હતું. બેલવાની શક્તિ મંદ થતાં શિષ્ય પાસે પ્રતિક્રમણ પૂરું કરાવ્યું હતું. પછી સ્વસ્થપણે બેસી શ્રી આદીશ્વર ભગવાનના ફેટાના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. સિદ્ધાચળજીની સન્મુખ સિદ્ધાચલજીના દર્શન કરતાં ઓઠીંગણ દઈને બેઠા હતા. અને થોડા જ સમયમાં નવકારમંત્ર સાંભળતાં સાંભળતાં આ નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો. તેઓશ્રીની અંતિમ ક્રિયામાં લાભ લેવાનું મને પણ ભાગ્ય પ્રાપ્ત થયું હતું. શિબિકામાં પધરાવેલ તેઓશ્રીના મૃતદેહની મુખમુદ્રા જીવંત દેહના જેટલી જ તેજસ્વી અને ભવ્ય ભળાતી હતી. મહારાજશ્રીને શત્રુંજય તીર્થ ઉપર અથાગ ભાવ હતો તેથી પિતાને દેહ પણ આ તીર્થની સાનિધ્યમાં પડે એવો તેમને પ્રબળ મનોરથ હતું. તેમના મનોરથ પ્રમાણે શત્રુંજયની પવિત્ર ભૂમિમાં જ તેઓશ્રી કાળધર્મ પામ્યા હતા. પુણ્યશાળી જીવના જ આવા મનોરથો પૂર્ણ થાય છે. તેમના દેહત્યાગ વખતની શાંતિ તેમના સમગ્ર જીવનનું એક પ્રતિબિંબ હતું. આવું સમાધિમરણ વીરલા યોગીનું જ હોય છે.
મહારાજશ્રીનું જીવન બીજા દષ્ટિબિંદુથી વાચકવર્ગ સમક્ષ મૂકવાનું મને મન થાય છે. આવા મહાપુરુષનાં જીવનની આંકણી કરવામાં ભૂલ થવાનો સંભવ છે, પણ તેઓશ્રીના જીવને જે ભાસ મારા ઉપર કર્યો હતે તેનું સ્વરૂપ બતાવવું તે વ્યવહારની દૃષ્ટિએ મને બહુ ઉપયોગી લાગે છે. આવા પુરુષો પિતાને માટે જ ફક્ત જીવતા નથી પરંતુ લેકકલ્યાણને અર્થે તેઓ જીવે છે. મહારાજશ્રીએ દીક્ષા લીધી ત્યારે તેઓ મેટ્રિક થયા હતા, કદાચ તે વખતના દીક્ષિત સાધુઓમાં આટલે અંગ્રેજી અભ્યાસ કરેલ બીજા સાધુ નહિ હોય. પણ પાછળથી તે અભ્યાસ વધારવામાં કોઈ પ્રયત્ન તેમણે કર્યો જણાતો નથી. અંગ્રેજી ભાષામાં વિજ્ઞાન, ધર્મ અને તત્ત્વજ્ઞાનના અનેક પુસ્તક સમર્થ વિદ્વાનોના હાથથી લખાએલા છે. તેમાં એ વિષયોને જુદી જુદી દષ્ટિએ ચર્ચવામાં આવેલ છે અને પિતાના સિદ્ધાંતો પણ દાખલ કરવામાં આવ્યા