________________
પ્રમાણપરિચ્છેદ
दन्योऽर्थ इति यावत, तौ व्यवस्यति यथास्थितत्वेन निश्चिनोतीत्येवंशीलं स्वपरव्यवसायि । विशेषणतोभयाक्रान्तमेतत् । 'तत्त्वार्थदेशिनमिति' - जीवादितत्त्वानामर्थं तत्त्वभूतानर्थान् वाऽनेकान्तादीन् देशितुं शीलमस्येति, तम्, अनेन वचनातिशयः साक्षात्प्रकटितः, ज्ञानपूर्वकत्वनियमाद् वचनरचनाया ज्ञानातिशयोऽप्याविष्कृतः।
'प्रमाणनयनिक्षेपैरिति - अनेन अभिधेयाभिधानं कृतं सम्बन्धाधिकारिप्रयोजनाऽवगमस्तु स्वबुद्ध्यां कर्तव्य इत्यनुबन्धचतुष्टयकथनं । यद्यपि नयशब्दस्याऽल्पस्वरत्वात् द्वन्द्वे पूर्वनिपातः प्राप्नोति तथापि 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' (तत्त्वार्थ १-१) इत्यत्र ज्ञानपदादल्पाच्तरादपि दर्शनपदस्य बह्वचोऽभ्यर्हिततया पूर्वं प्रयोगदर्शनात् ‘लघ्वक्षराऽसखीदूत - स्वराद्यदल्पस्वरा~मेकं (सिद्धहै. सू.३-१-१६०) इत्यनुशासनबलाच्च प्रमाणस्याभ्यर्हिततया पूर्वनिपातः । 'तर्कभाषामिति' - ग्रन्थाभिधानमेतत् શ્રી તીર્થંકર પરમાત્મા પ્રતિદિન દિવસના પ્રથમ અને ચરમ પ્રહરમાં દેશના આપતા હોય છે. આ રીતે ભગવાન મહાવીર દેવે પોતાના સાધિક ૩૨ વર્ષના કેવળપર્યાયમાં લગભગ ૨૨ હજાર જેટલી દેશનાઓ આપી. આયુષ્યના છેલ્લા ૨ દિવસ શેષ રહેતા સળંગ સોળ પ્રહરની દેશના આપી હતી. આ બધી હકીકતો જોતા અહીં પ્રયુક્ત થયેલ શીલાર્થક રૂનું પ્રત્યય સાર્થક છે. વસ્તુમાત્રમાં અનેકાન્તાત્મકતાની પ્રરૂપણા કરવી એ જ અહીં ‘દેશનામાં તાત્ત્વિકતા છે. આવી તત્ત્વભૂતઅર્થોની દેશના અન્ય કોઈ દર્શનના પ્રણેતાઓ આપી શક્યા નથી, માત્ર શ્રી જિનેશ્વર પરમાત્મા જ આવી દેશના આપી શક્યા છે માટે માત્ર શ્રી જિનેશ્વર પરમાત્મા જ તત્ત્વાર્થદેશી હોવા સિદ્ધ થાય છે. તેનાથી પરમાત્માનો “વચનાતિશય’ જણાવાયો છે. વળી, વચનપ્રયોગ કરતા પૂર્વે વાક્યર્થજ્ઞાન હોવું આવશ્યક છે. માટે જે તત્ત્વભૂત અર્થોની દેશના આપતા હોય તેઓમાં અપૂર્વકોટિનું જ્ઞાન પણ હોય જ. આથી આ જ વિશેષણપદ દ્વારા અર્થોપત્તિથી શ્રીજિનેશ્વર પરમાત્માનો “જ્ઞાનાતિશય” પણ દર્શાવાયો છે. આ રીતે નિયન’ એ વિશેષ્યપદથી અપાયાપગમાતિશય અને શેષ બે વિશેષણ પદોથી અન્ય ત્રણ મૂળ અતિશયો, એમ ચારે ય મૂળ અતિશયો આ મંગલશ્લોકના પૂર્વાર્ધ દ્વારા જ દર્શાવાયા છે. શ્લોકના ઉત્તરાર્ધમાં અભિધેયનું કથન કરાયું છે.
પ્રમાનિયેનિક્ષેપઃ - પ્રમાણ, નય અને નિક્ષેપનું નિરૂપણ આ ગ્રન્થમાં કરાશે. આ પદથી ગ્રન્થના વિષયવસ્તુને પ્રગટ કરેલ છે. પ્રશ્ન : વ્યાકરણના નિયમાનુસાર દ્વન્દ સમાસમાં અલ્પસ્વરી શબ્દ પૂર્વમાં આવે માટે “નય' પદ પહેલા આવવું જોઈએ પરંતુ અહીં “પ્રમાણ પદ પૂર્વમાં શા માટે મૂક્યું? ઉત્તર : વવંશગ્રાહી નય કરતા વસ્તુનો સંપૂર્ણ બોધ કરાવનારૂં હોવાથી પ્રમાણ અભ્યહિંત (અધિક પૂજય) છે માટે અહી સમાસમાં પ્રમાણને અગ્રસ્થાન મળ્યું છે. ગ્રન્થપ્રારંભમાં અભિધેય, સંબંધ, અધિકારી અને પ્રયોજન આ ચાર વસ્તુ જણાવાય છે. આને અનુબન્ધચતુષ્ટય કહેવાય છે. શ્લોકના પૂર્વાર્ધમાં મંગલ કર્યા બાદ ઉત્તરાર્ધમાં સાક્ષાત્ કે ગર્ભિત રીતે આ અનુબન્ધચતુષ્ટયનું જ્ઞાપન કરાયું છે. પ્રમાણ, નય અને નિક્ષેપ આ ત્રણ વિષયોનું આ ગ્રન્થમાં નિરૂપણ કરાશે એવું કહેવા દ્વારા અભિધેયનું સાક્ષાત કથન કર્યું. પ્રમાણાદિ રૂપ વિષયની સાથે પ્રસ્તુત ગ્રન્થનો પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવ, બોધ્યબોધકભાવાદિ રૂપ સંબંધ જાણવો. પ્રતિપાદ્ય વિષયના અર્થી જિજ્ઞાસુઓ એના અધિકારી સમજવા એવો ફલિતાર્થ પણ આ જ પદથી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org