Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૬૦૦ નં રાષ્ટ્રીય ઉજવણી એટલે જૈન સિદ્ધાંત ઉપર વજ્રપાત શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક ૩૪/૩૫ * તા. ૧૬૪-૨૦૦૧
આપશો તો કાલે એ રેલો ક્યાં જઇ પહોચશે, એ કલ્પી નથી શકાતું. કદાચ આવતીકાલે સિનેમા થિયેટર પર પણ ‘ભગવાન મહાવીર સિનેમા ગૃહ'' ના પાટીયા વાંચવાની નોબત વાગી ઉઠશે ?
૧૫-- શું પાઠ્યપુસ્તકોમાં ભગવાન્ મહાવીર
વિષયકંસાચા પાઠો દાખલ થઇશક્શેખરા? ૧. ચિંતાની ખાણમાં ગબડાવી દે, એવો આ પ્રશ્ન છે. આજના પાઠ્યપુસ્તકોમાં ભગવાન્ મહાવીરદેવના જીવનનો પરિચય દા ખલ કરાવવો તો કઠીન નથી. અલબત્ત ! એ પાઠો જૈન ઇતિહાસને પૂર્ણત: વફાદાર બનીને જ પ્રકાશિત થાય એ સાથે જ કઠીન છે.
૨. જૈનશાસનના અધિકૃત ગીતાર્થો પાસે તે પાઠોનું પરિમાર્જન કર વાશે ખરૂ ?
૩.જૈન ધાર્મિક પાઠોની પસંદગી પણ સરકારનું શિક્ષણ બોર્ડ કર ? શું સરકારી શિક્ષણબોર્ડે પરમાત્માના જીવનને ન્યાય આપે તેવા જ પાઠોને ચૂંટશે ? કે પછી પરમાત્માના જીવનની વા તવિકતા સાથે સમાધાન કરનારા લેખકોના લેખો પણ સ્વ કારી લેશે ?
૪. પા યપુસ્તકો માટે તૈયાર થનારા જૈન ધાર્મિક પાઠોનું સંપાદક કોણ ? નિયામક કોણ ? શું તેની અવાસ્તવિકતા કે અશાસ્ત્રીયતા તરફ ધર્મગુરૂઓ ધ્યાન દોરશે તો તે સ્વીકારવા સરકાર બંધનકર્તા બનશે ખરી ?
૫. પાઠ્યપુસ્તકના બહુ સંખ્યક પાઠોમાં લૌકિક નેતાઓ અને રા નેતાઓના જીવન પણ લખાયા હશે. શું તેમના જેવી જ છાપ પાડે કે તેથી ય ઓછી પ્રતિભા ઉપસાવે, એવા પરમાત્માના ચરિત્રો તો પાઠ્યપુસ્તકોમાં નહિ છપાય ને ? - એક યુનિવર્સિટીને ભગવાન મહાવીરનુંનામ આપી શકાય ખરૂ ?
૧૬
૧. ના, ન આપી શકાય. જે યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને મિથ્યાજ્ઞાનના જામ પીરસે છે, તે યુનિવર્સિટી સાથે સ જ્ઞાનના મસીહા તીર્થંકરોનું નામ-જોડાણ એક અપવિત્ર ક્રિયા બની જશે.
૨. યાદ રહે, પરમાત્મા મહાવીર દેવે સ્થાપેલો ધર્મ જ એક જંગી યુનિવર્સિટી છે. જે યુનિવર્સિટીમાં ત્રણે કાળનું અને ત્રણે લોકનું તત્ત્વજ્ઞાન સર્વાંગ સુન્દર રીતે રજુ થયું છે. ત્યારે વિશ્વ ની વામણી યુનિવર્સિટી સાથે ભગવાનનું નામ જોડવાનો શો અર્થ ? એક સો ટચના સોના પર પીત્તળનો ઢોળ જરૂરી ખરો ?
૩. આ યુનિવર્સિટી પર ભગવાનના નામકરણની અનુમતિ
૫૩૯
આ દહેશત અસ્થાને નથી... ! સાવધાન... ! તેનો... ! ૪. જે યુનિવર્સિટીના વિદ્યાગુરૂઓને કે વિદ્યાર્થીઓને ભગવાન્ મહાવીર સાથે કોઇ સંબન્ધ નથી, ભગવાન્ માટે બહુમાન નથી, સન્માન નથી. તે યુનિવર્સિટી પર ભગવાનનું નામ મુકાવવું શું શેખચલ્લીની ચેષ્ટા નહિ ગણાય ?
૫.
સરકારી અને મિથ્યાજ્ઞાન પીરસનારી યુનિવર્સિટીઓ પર ભગવાન્ મહાવીરનું નામકરણ કરાવવાની સાજિષ વાસ્તવમાં ‘‘વિનય’’ નામના બીજા નંબરના શૅનાચારનું અતિક્રમણ છે.
૧૭– શું કેટલાક તીર્થોને પવિત્ર જાહેર કરવા જરૂરી છે ?
૧. ના, કોઇ જ નહિ.
કારણ કે જૈનોના તમામ તીર્થો સરકાર ઘોષિત કરે કે ન કરે, વિશ્વમાં પ્રસિદ્ધિ મળે કે ન મળે, અલબત્ત પવિત જ છે. અત્યંત પવિત્ર છે.
અરે જૈનોના પ્રત્યેક ધર્મસ્થળો પવિત્ર છે.
૨. જો તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાં જ હોય તો કેટલાક' ના ભેદ શા માટે ?
તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાથી, તીર્થક્ષેત્રોની આમન્યા નહિ જળવાય. જરૂરીયાત તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાની નથી.
જરૂરીયાત તીર્થક્ષેત્રોની આમન્યાઓનું પાલન હસ્તપણે કરાવવાની છે !
૩. શું તીર્થક્ષેત્રોને માત્ર પવિત્રક્ષેત્ર જાહેર કરાવવાથી ત્યાં માંસાહાર, મદિરા સેવન, વ્યસનો જેવા પાપ પર પાબંધી લાગી જશે ખરી ? અશક્ય છે ! પવિત્રક્ષેત્ર શ્રી શત્રુંજ્ય તેનું જીવંત ઉદાહરણ બનશે. શત્રુંજ્ય આસપાસનો વિસ્તાર ‘પવિત્રક્ષેત્ર’ જાહેર થયો હોવા છતાં ત્યાં ‘જય મેલાટી’ થી ૧૦૦ મીટરના વિસ્તારમાં જ દારૂના અડ્ડાઓ ધમધમે છે.
૪. તીર્થક્ષેત્રોને પવિત્રક્ષેત્ર જાહેર કરવાથી તે એક પર્યટનક્ષેત્ર તરીકે પણ પ્રખ્યાત બનતા જશે. જેનું પરિણામ ખેતરનાક