Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) પૂજ્ય ી કહેતા હતા કે–
પરિમલ
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા.
૦ બનાદિની કુટેવને કારણે દુનિયાના સુખનું અર્થીપણું તરાની જેમ પેસી જાય તો તેને હડે... હડે... કરી કાઢવાનું છે. આત્મસુખના અર્થીના ઘરમાં દુન્યવી સુખની કુતિ રૂપી કૂતરી પેસી જાય તો તેને હડે... ડે... કરી કાઢવાની છે. કુમતિ નામની કૂતરીને સુમતિ નામની લાકડી મારવાની છે એટલે તે ઊભી પૂંછડીએ ભાગી જ જાય, તે તરફ મોં પણ ન જૂએ. સુમતિ નામની લાકડી તમારા હાથમાં છે ને ? ભગવાનની આજ્ઞા ઉપર પ્રેમ થાય એટલે સુમતિ નામની લાકડી આવી જાય.
૭ ોધાદિ સારા લાગે, કરવા જેવા જ લાગે, કરે તે પણ મે, ‘ન કરીએ તો બધા માથે ચઢી જાય, પહેલેથી દાબમાં જ રાખવા’ આવું માને તે બધા અનંતાનુબંધી ક્રોધ – માન – માયા - લોભના ઉદયવાળા કહેવાય. ખનંતાનુબંધીનો ઉદય હોય તેને મિથ્યાત્વનો પણ ઉદય હોય.
૭ મોહનીય કર્મ જ આત્માનો મોટામાં મોટો ભય છે. તે મય ન લાગે તેવો જીવ ધર્મ કરે તે ય વધુ અધર્મ કરવા માટે જ કરે.
૭ જેને ધર્મનો ખપ ન હોય અને અધર્મનો ડર ન હોય તે આત્મા પોતાના જ ધર્મ માટે અંતરાયરૂપ બને.
♦ વિરાગ એટલે શું ? દુનિયાની સુખ સામગ્રી ઉપર મારોભાર દ્વેષ થાય તો વિરાગ આવે. તમારા કોઈ દ્વેષીને મળવું પડે તો મળો પણ કેવી રીતે મળો ? પ્રેમથી ! જેનું મોં ય જોવાલાયક ન હોય તેને ઘેર જવું પડે તો કેવી રીતે જાવ ? રાજી થઈને ? તેને પ્રેમથી સલામ ભરો ! ખરાબ શબ્દો બોલે તે પણ સાભળી લો ને ! મોં હસતું રાખો તો પણ તમારા હૈયામાં શું હોય ? મારું ચાલે તો આનું નામ પણ ન દઉં. પણ શું
રજી. નં. GJ ૪૧૫ શ્રી ગુણદી
કરું - પરાધીન છું. તેવી રીતે સમકિતી જીવ ભોગ કર્મ કરીને નિર્જરા સાધે છે કેમકે સુખમાં ‘વિરાગ’ અને દુઃખમાં ‘સમાધિ' વાળો છે માટે.
♦ બીજા જીવોનું ભલું ન થાય તો કાંઈ નહિ, પણ કોઈનું ય ભૂંડું તો ન જ ઈચ્છવું.
♦ પ્રતિકૂળ સંયોગોને સમભાવે સહન કરવાની શકિત
કેળવવી અને માનવું કે આપણી આફત પણે ઉભી કરેલી છે, માટે હસીને ભોગવીએ કે રડીને ભોગવીએ, પણ ભોગવ્યે જ છૂટકો છે.
♦ સદ્વિચાર અને સહનશીલતા ટકાવવા માટે પણ સદાચારી બનવું જોઈએ અને દુરાચારનો ત્યાગ કરવો જોઈએ.
જ્ઞાનિઓની તો એક જ ભલામણ છે કે- ‘પાપના ત્યાગમાં અને ધર્મની આરાધનામાં સઘળો શકિતનો અને સઘળી ય સામગ્રીનો સર્વ્યય કરવામાં લેશ પણ પ્રમાદી ન બનો !'
૭ સર્વ ત્યાગ ન બને તો પણ પાપનો ભય, અનીતિનો ત્યાગ અને ઈન્દ્રિયોનો નિગ્રહ - આ ત્રણ ગુ જરૂર કેળવવા જોઈએ.
♦ ભણવાનું વિદ્વાન થવા માટે નહિ, વાતો કરવા માટે નહિ પણ વસ્તુતત્ત્વ સમજવા માટે અ. જીવનમાં આચરવા માટે છે.
૭ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સારા હોવા જોઈએ સારા એટલે માર્ગસ્થ !
હૈયાથી સુખી થવાની કળા શ્રી જૈનશાસન શીખવે છે ! ♦ જે સુખ, આત્મહિતને હણે તે સુખની જૈન શાસનમાં ફૂટી કોડીની પણ કિંમત નથી !
જૈન શાસન અઠવાાડેક
માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.