Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૪૪-૪૫ ૦ તા. ૩- -૨૦૦૧
।
'संविग्गो गीयत्थो मज्झत्थो देसकालभाव माणस्स होइ दाया जो सुद्धपस्वओ साहु ||२०|
વિગ્ન, ગીતાર્થ, મધ્યસ્થ, દેશ-કાલ અને ભાવને જાણનાર, શુદ્ધપ્રરૂપક ગુણવાળો જે સાધુ હોય છે તે જ સમ્યજ્ઞાનનો દાતા જાણવો.
લોકહેરીમાં તણાઈને પણ જો તેવી પ્રવૃત્તિમાં ખેંચાઈ - લેપાઈ જાય તો બેઘડક કહેવું પડે કે, ‘આ મહાપુરૂષના પડખા સેવવા છતાં પણ તેઓ નથી તો વાસ્તવિક રીતે આ મહાપુરૂષને પામી શકયા કે નથી તો સમજી કયા.' એક વાત તો નતમસ્તકે સહુ સુજ્ઞજનોને પણ કબૂલ્યા વિના છૂટકો જ નથી કે- ‘આ મહાપુરૂષની સમળી ય શકિતઓનો પૂર્ણ લાભ લેવામાં પાછળના લોક ઊણા ઉતર્યા છે. બાકી જો તેઓશ્રીજીની સઘળી ય શકિતઓનો લાભ લેવાયો હોત તો શાસનની જે જાહોજલાલી થાત અને સમુદાયની જે શાન વધત તેથી ઈતિહા : જુદો
જ રચાત.
તે રામચન્દ્રસૂરીન્દ્ર ચરણે મુજ નમ્ર શીશ નિશદિન રહો
ખા બધા ગુણોની સાથે, આ કલિકાળમાં તો શુદ્ધ પ્રરૂપક ગુણ પ્રભાવક સામર્થ્યની રીતે તો પૂજ્યશ્રીજીમાં જ જોબ મલતો હતો તેમ કહેવું તે જરાપણ અયુકત નથી જ. અર્ધ-કામની દેશનાનો નશો પાઈને મોહમૂઢ જીવોને ઉન્માર્ગે દોરી જનારા કેટલાક - પોતાના કહેવાતા પણ - વેષધારીઓથી રૂંધાઈ રહેલા મોક્ષમાર્ગની નિભર્યપણે પ્રરૂપણા કરી. સુવિહિત સામાચારીઓનું સમર્થ પ્રતિપાદન કરી, આરાધના માર્ગની જયપતાકા જગતભરમાં લહેરાતી રાખવાનું શ્રેયસ્કર કામ આ જ પુણ્યપુ ષના શિરે ચઢે તેવું છે. વિરોધીઓની તો ઠીક પણ નિકટના ગણાતાઓની પણ ગાળો ખાઈને, અનેકના અપમાન તિરસ્કાર, પુષ્પમાળાની જેમ પરિધારણ કરીને પણ સુવિશુદ્ધ આરાધનાનો માર્ગ જીવંત રાખ્યો છે. શ્રી જિનાજ્ઞાના અવિહડ રાગની સાથે સાથે સિંહ સમી સાત્ત્વિકતા, મક્કમ મનોબળ, પોલાદી - નિર્ભય છાતી - આ પુણ્યપુરૂષના જીવનના યશસ્વી કામોનું ઉજ્વળ પાસું છે.
-
પોતાના ગણાતાથી પણ ઉન્માર્ગનું - મિથ્યાત્ત્વનું પોષણ ન થઈ જાય અને કરે તો, સડી ગયેલા અંગને કાપવું જરૂરી લાગે તો કાપી નાખવાનીં જેમ, જરાપણ ના હિંમત થયા નથી. કેમ કે, પૂજ્યશ્રી માનતા કે
‘મિથ્યામતિ ગુણવર્ણનો, ટાળો ચોથો દોષ; ઉન્મારગ થુણતા હોવે, ઉન્મારગ પોષ’'
આવા સિંહના બચ્ચાની ખ્યાતિને વરેલા કોઈપણ આત્મા સિંહના ચર્મમાં છૂપાયેલ શિયાળીયાઓની લારીઓમાં જરાપણ મૂંઝાય ખરા ?
આ મહાપુરૂષને પામેલા - સમજેલાની, કોઈપણ મન વચન કે કાયાની પ્રવૃત્તિ એવી તો જ હોવી જોઈએ કે જેથી જાણતા કે અજાણતા પણ ‘ઉન્માર્ગદેશક અને સન્માર્ગ નાશક' બને. માન-પાનાદિ એષણા કે
પૂર્વના સુગૃહીતનામધેય પૂર્વજોની પ્રમાણિક પરંપરાના પગલે ચાલી, વડીલોની વફાદારીનું અને પોતાના ઉપર મૂકેલી જોખમદારીઓને ખમીરી, ખુમારીથી યથાર્થ વહન કરી, ભાવિ પેઢીને જે અનુપમ આદર્શો આપીને ગયા તેને જ અનુસરવું તે જ . પુણ્ય પુરૂષ પ્રત્યેની સાચી વફાદારી છે, સાચી કૃતજ્ઞતા છે, સાચી શ્રદ્ધાંજલિ છે.
“શુદ્ધ પ્રરૂપકગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા ?''
આ શાસ્ત્રોકિતનો સાક્ષાત્કાર તેઓ પીજીના જીવનમાં સૌ કોઈ પુણ્યાત્માઓને થયો છે. આપણે આપણી ખામીને જોઈ, તેને સુધારી, ‘શુદ્ધ પ્ર. પકતા’ ગુણને પણ જીવનમાં જો અંગીકાર કરીએ તો પણ આમને પામ્યાનો સમજ્યાનો કાંઈક આંશિક આત્મસંતોષ પણ અનુભવીએ સૌ કોઈ વાચકો કમમાં કમ આ ગુણના પણ પ્રેમી બની, મોક્ષમાર્ગન સાચા આરાધક બની, આ યુગપુરૂષની- ‘બધા જ જીવો વહેલામાં વહેલા સંસારથી છૂટી, સાધુપણું સ્વીકારી, આજ્ઞા મુજબ અપ્રમત્તપણે આરાધી, મોક્ષને પામે’- તે ભાવનાને પણ વધાવવા જેટલી યોગ્યતા કેળવી। તે જ અભ્યર્થના.
૬૭૦
-
-
હે પરમકૃપાલો ! એવી દિવ્ય આશિષ અન જેવા અબુધ નોંધારા ઉપર વરસાવો કે જેથી આપના માર્ગને અખંડિત રાખવાનું પણ બળ મલી રહે.