Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહાસતી - સુલસા
શ્રી જૈન શાસન (અઠવાડિક) ક વર્ષ ૧૩ * અંક ૪/૪૫ * તા. ૩-૭-
૦૧
( સિક્યુલસ)
લેખાંક : 3
સા રથી નાગ.. રાજવી શ્રેણિકનો અત્યંત વિશ્વાસ્ય પુરુષ. રાજવીના રથનું સુકાન આ સારથી જ સંભાળતો.
ચાહે રાજ સવારી કેમ ન હોય કે ચાહે સમરભૂમિ કેમ ન હોય; બધી જ ક્ષણોમાં તે રાજવી શ્રેણિકની વ્હાર સંભાળન રશે દક્ષ પુરુષ.
રાજગૃહીનો જ તે રહીશ હતો.
ગુણોના સૂતરથી તેનું જીવન આચ્છાદિત હતું. આકાશી ચાદર જેમ ધરતીને ઢાંકી દે, ગુણોના તાંતણાથી તેમ નાગનું જીવન ઢંકાયું તું. * પાતાળ કૂવા જેવી ઉંડી તેની ગંભીરતા. - સાગર જેવો જ તેના વર્તનનો સ-ગંભીર ઘૂઘવાટ. * જિનેશ્વર દેવોનો તે અથક અનુયાયી.
ચંદનનું તિલક તેના લલાટમાં ચમકતું રહેતું. જાણે તેના સૌભાગ્યનું જ તે પ્રતીક બની જતું.
અમૃતના કુંડ જેવું તેનું મુખ મંડલ. એ કુંડમાંથી જયારે - જયારે વાણી પ્રગટે, જાણે અમૃતના રસ ઝરણાઓ જ ત્યારે ખળખળવા માંડે.
દરિદ્રોના કપાળે કોતરાયેલા દારિદ્રયના લેખ ભૂંસાઇ જાય, એટલું અઢળક દાન તે નાગના હાથોમાંથી વરસતું રહેતું.
* વિશાળ વક્ષસ્થલ. * ઘૂંટણ સુધી પ્રસરી જતા હાથો. * સુદઢ બાહુઓ. એક વિશાળ ચરણો. * માંસલ શરીર. આ રી હતી; નાગ સારથીની દેહયષ્ટિ.
ઉદ લોકના દોગંદક દેવોની જેમ તે પોતાની પ્રાણપ્રિયા સાથે ઉદાર ભોગો ભોગવતો. પરસ્ત્રી તરફ તેની મીટ પણ નહતી; મંડાતી.
પૂ. મુનિરાજશ્રી હિતવર્ધન વિજયજી મ. આ
પરાયી રૂપવતીને જોતા જ તેના નયનો મચાઇ જતા. આવો હતો તે સદાચારી. સુલસા જેવું તને પ્રિયપાત્ર મળ્યું તું.
સુલતા, તેની અર્ધાગના જ નહિ, સહધર્મચારિણી જ નહિ, તેના ઘરમાં વિરાજેલી સાક્ષાત્ લક્ષ્મી દેવી તી. પદ્મહદની લક્ષ્મી દેવી જ જાણે સ્વરુપ પરાવર્ત કરી નાગ સારથીના મહેલમાં ઉતરી આવી હોય, એવો અહેસાસ તુલસીના પ્રથમ દર્શને જ થઈ જતો.
સુલસા, એક સ્ત્રી નહિ, વિનયની કામણગારી • પ્રતિમા હતી. સ્ત્રી સહજ અગાંભીર્યના દર્શન તેનામ થઈ શકતા નહિ. સ્ત્રી હોવા છતા તે પ્રકૃતિથી દૂરદેશી વિવેકી અને ગંભીર હતી.
તે ખાન્દાન ધરાનાની કુલીના પોતાના શ્વસૂગૃહે આવ્યા પછી ઘરના બધા જ કાર્યો ચપળતા પૂર્વકરી લેતી. આળસને તેણે ખંખેરી નાખી. આથી જ તે સની વ્હાલી થઇ પડી.
સુલસાનો આત્મા જિનવચનોના ભૂંસી ન શકાય. તેવા અનુરાગથી લેપાયો તો. તેનુ સમ્યકત્વ દેવો કાચ ચલાયમાન ન બને તેવું દઢમૂળ હતું. તેના માન સની હથેળીમાં મોક્ષની અક્ષમાળાનો જાપ હંમેશા ચાલુ રાતો.
શ્રમણાર્ચ મહાવીર દેવની તે અનન્ય ભક્તા
એટલું જ નહિ, જૈન શાસનના તત્ત્વો અને. સિદ્ધાન્તોના મર્મસ્તલ સુધી તેની પહોંચ પહોંચી જતી. નિર્ગસ્થ શ્રમણો અને શ્રમણીઓનો તે ઉલ્લાસભર આદર કરતી. તેમની વૈચાવૃત્યમાં એક દાસીની જેમ અભેદદશા સાધી લેતી. સુપાત્રને દાન આપતી.
સાધર્મિકોનું વાત્સલ્ય કરવાની તેની ખેવના તેના જીવનનું ઉજળું પાસુ હતું.
તે પૂરેપૂરી પતિપરાયણ મન - વચન - તનથી. સાક્ષાત્ ત્રિભુવનગર મહાવીર દેવે પણ તેના અણનમ